શા માટે ઈઝરાયેલને ભારત કરી રહ્યું છે ખુબ સપોર્ટ? જાણો 50 વર્ષ જુનો ઈતિહાસ

India–Israel relations news: હમાસ દ્વારા ઈઝરાયલ પર આતંકવાદી હુમલા પછી આ યુદ્ધ ચાલી થયું છે અને ઈઝરાયલ ગાઝામાં ભયાનક સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે. ગાઝામાં તબાહીની તસવીરો જોઈને ઘણા બધા દેશો ઈઝરાયલનો વિરોધ પણ કરી રહ્યા છે પણ આતંકવાદ સામેની લડાઈમાં ભારત ખૂલીને સમર્થન કરી રહ્યું છે. જોકે ઈતિહાસમાં પાછળ જઈએ તો ઈઝરાયલનું ભારત પર ઘણું ‘ઋણ’ પણ છે.

જ્યારે પાકિસ્તાને ભારત પર કર્યો ઍટેક
ઘટના છે કારગિલ યુદ્ધની, વર્ષ 1999, ઓકટોબર મહિનો. પાકિસ્તાની સેના ભારતની સીમામાં ઘૂસી ગઈ અને કારગિલ સેક્ટરમાં કબજો કરી લીધો. ત્રણ સપ્તાહ પછી ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી, નામ હતું ઓપરેશન વિજય.

ભારત જ્યારે પોતાની જમીન માટે પાકિસ્તાન સામે લડી રહ્યું હતું ત્યારે સેનાને ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો, કારણે પહાડોની ચોટી પર પાકિસ્તાની સેના હતી અને તેમનું લોકેશન શોધવું ભારત માટે ખુબ અશક્ય હતું.

અમેરિકાની બીકે કોઈ ન આવ્યું ભારતની મદદે
1998માં જ પરમાણુ પરીક્ષણના કારણે અમેરિકાએ ભારત પર ઘણા પ્રતિબંધો લગાવેલા હતા, આ પ્રતિબંધના કારણે વિશ્વના કોઈ દેશ ભારતની મદદ માટે આગળ આવી રહ્યું નહોતું. એવામાં આશાની એક કિરણ તરીકે ઈઝરાયલ ભારતની મદદે પોતે આગળ આવ્યું.

ઈઝરાયલે આપ્યા હથિયાર અને સેટેલાઈટ તસવીરો
કારગિલ યુદ્ધમાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ હતો જેણે ખૂલીને ભારતનું સમર્થન કરી રહ્યું હતું. સૌ કોઈ જાણે છે કે ઈઝરાયલ અને અમેરિકા દાયકાઓથી મિત્ર દેશો છે અને આજે પણ અમેરિકા જ ઈઝરાયલ સાથે સૌથી વધુ મજબૂતાઈથી ઊભું રહ્યું છે. જોકે કારગિલ યુદ્ધ સમયે અમેરિકા નારાજગી છતાં ઈઝરાયલે ભારતને ખુબ મદદ કરી હતી.

1971ના યુદ્ધમાં ઈઝરાયલે કરી હતી ભારતની મદદ
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થયું અને બાંગ્લાદેશ નામનો નવો દેશ દુનિયાના નકશા પર સામે આવ્યો, ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા. જોકે આ યુદ્ધ જયારે ચાલી રહ્યું હતું ત્યારે અમેરિકાએ પાકિસ્તાનનો સાથ આપવાનું નક્કી કર્યું હતું. ઈતિહાસકાર શ્રીનાથ રાઘવનની પુસ્તકમાં ઉલ્લેખ છે તે પ્રમાણે ઈઝરાયલે તે સમયે પણ ભારતનો ઘણો સાથ આપ્યો અને હથિયાર પહોંચાડ્યા હતા- શરત એક જ હતી કે ડિપ્લોમેટિક સંબધો મજબૂત કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *