પેટમાં અસહ્ય દુઃખાવા બાદ હોસ્પિટલ લઇ જતા ફૂટ્યો 6 મહિનાનો ગર્ભ હોવાનો ભાંડો- જાણો ગુજરાતમાં ક્યાં માસુમ સાથે થયું દુષ્કર્મ

Published on Trishul News at 5:53 PM, Sat, 14 October 2023

Last modified on October 14th, 2023 at 5:57 PM

5 rape accused arrested in Ankleshwar: રાજ્યમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતું. દરરોજ એક નવી ઘટનાઓ બનતી રહે છે. તેમાં હાલ રાજ્યના અંકલેશ્વર જીલ્લામાં માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી રહે છે. અંકલેશ્વર પંથકના એક ગામમાં માનસિક અસક્ષમતા ધરાવતી સગીરા બકરા ચરાવા જતી હતી તે દરમિયાન નરાધમોએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્ય હોય અને સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો સોનોગ્રાફીમાં ફૂટતા પોલીસે ૨ સગીર નરાધમ અને ૩ અન્ય મળી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે.

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં એક ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાય છે જેમાં ફરિયાદીની દીકરી માનસિક અસક્ષમતા ધરાવતી હોય અને ખેતરે તથા બકરા ચરાવા જતી વેળા તથા તેના માતા પિતા ની ગેરહાજરીમાં નરાધમો તેને પીખતા રહ્યા હોવાના કારણે સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો સોનોગ્રાફીમાં ખોલ્યો છે.

સોનોગ્રાફીમાં સગીરા ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટતા આખરે આ ગર્ભ કોના થકી રહ્યો છે તેના માટે પોલીસે પણ ભારે કમર કસી હતી અને માનસિક અસક્ષમતા ધરાવતી સગીરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ મેડિકલ પરીક્ષણ કરવામાં પણ આવતા પાંચ નરાધમોએ 10 મહિના સુધી તેણીની ઉપર દુષ્કર્મ આંચળ્યું હોય અને તેના થકી ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે પણ પીડીતાની માતાની ફરિયાદ લઈ નરાધમો સામે અપહરણ બળાત્કાર સહિતની આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે નરાધમોની ધરપકડ કરી લેવામાં આવી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ipc ની કલમ અપહરણ 363,366, બળાત્કાર એક્ટ 376 (જે)(એલ)(એન), 506 (2), પોકસો 4,6,12 મુજબ ગુનો દાખલ કરી તમામ નરાધમોના મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે કાર્યવાહી શરૂ કરી છે.

Be the first to comment on "પેટમાં અસહ્ય દુઃખાવા બાદ હોસ્પિટલ લઇ જતા ફૂટ્યો 6 મહિનાનો ગર્ભ હોવાનો ભાંડો- જાણો ગુજરાતમાં ક્યાં માસુમ સાથે થયું દુષ્કર્મ"

Leave a comment

Your email address will not be published.


*