Kumbha installation in Diamond Burse in Surat: વિશ્વની સૌથી મોટી ઓફીસ તરીકે ખ્યાતી પામેલું સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન આજે એટલે કે તારીખ 24 ઓકટોબરને દશેરાના પર્વના દિવસે કુંભસ્થાપન કરવામાં આવ્યું છે. વિશ્વની સોથી મોટી ઈમારત અને સોથી મોટી ઓફીસ તરીકે ઓળખાતું ડાયમંડ બ્રુસ(Kumbha installation in Diamond Burse in Surat) આજે તેમાં કુંભસ્થાપન કરવામાં આવ્યું છે.
નાના-મોટા હીરા ઉદ્યોગપતિઓ પોતાના પરિવાર સાથે 983 ઓફિસોનું કુંભસ્થાપન આજે કરવામાં આવ્યું છે.અને આજે સુરત ડાયમંડ બ્રુસ માટે દશેરાનો દિવસે ઐતિહાસિક બની ગયો છે. આજે નાના-મોટા હીરા ઉદ્યોગપતિઓના મોઢા પર ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આ કુંભસ્થાપનમાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સહિત કુલ 5 હજાર જેટલા લોકોની ઉપસ્થિતિ હતી. સુરતના હીરાઉધોગકારોએ જે સપનું જોયું હતું તે હવે સાકાર થવા થઈ ગયું છે.વિજયા દસમીના પર્વે સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ ધરાર્વતા કુલ 983 નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં આજે કુભ ઘડાનું સ્થાપન કર્યું છે.
મળતી માહિતી અનુસાર, તારીખ 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઇ પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બ્રુસના અન્ય ઓફિસ ધારકો પણ પોતાની ઓફિસનું શુભારંભ કરશે.
અને તારીખ 17 ડીસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવામાં આવશે.ડાયમંડ બુર્સના ભવ્યાતિભવ્ય ઉદઘાટનમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે. આ સમારોહની તમામ માહિતી મીડિયાકર્મીઓ ને વિધિવત રીતે જણાવવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube