સુરત ડાયમંડ બુર્સ માટે દશેરાનો દિવસ બન્યો ઐતિહાસિક- 5 હજાર લોકોની હાજરીમાં 983 ઓફિસોનું થયું કુંભસ્થાપન

Kumbha installation in Diamond Burse in Surat: વિશ્વની સૌથી મોટી ઓફીસ તરીકે ખ્યાતી પામેલું સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન આજે એટલે કે તારીખ 24 ઓકટોબરને દશેરાના પર્વના દિવસે કુંભસ્થાપન કરવામાં આવ્યું છે.  વિશ્વની સોથી મોટી ઈમારત અને સોથી મોટી ઓફીસ તરીકે ઓળખાતું ડાયમંડ બ્રુસ(Kumbha installation in Diamond Burse in Surat) આજે તેમાં કુંભસ્થાપન કરવામાં આવ્યું છે.

નાના-મોટા હીરા ઉદ્યોગપતિઓ પોતાના પરિવાર સાથે 983 ઓફિસોનું કુંભસ્થાપન આજે કરવામાં આવ્યું છે.અને આજે સુરત ડાયમંડ બ્રુસ માટે દશેરાનો દિવસે ઐતિહાસિક બની ગયો છે. આજે નાના-મોટા હીરા ઉદ્યોગપતિઓના મોઢા પર ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ કુંભસ્થાપનમાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સહિત કુલ 5 હજાર જેટલા લોકોની ઉપસ્થિતિ હતી. સુરતના હીરાઉધોગકારોએ જે સપનું જોયું હતું તે હવે સાકાર થવા થઈ ગયું છે.વિજયા દસમીના પર્વે સુરત ડાયમંડ બ્રુસમાં ઓફિસ ધરાર્વતા કુલ 983 નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં આજે કુભ ઘડાનું સ્થાપન કર્યું છે.

મળતી માહિતી અનુસાર, તારીખ 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઇ પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બ્રુસના અન્ય ઓફિસ ધારકો પણ પોતાની ઓફિસનું શુભારંભ કરશે.

અને તારીખ 17 ડીસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવામાં આવશે.ડાયમંડ બુર્સના ભવ્યાતિભવ્ય ઉદઘાટનમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે. આ સમારોહની તમામ માહિતી મીડિયાકર્મીઓ ને વિધિવત રીતે જણાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *