આગરામાં મોટી દુર્ઘટના: પાતાલકોટ એક્સપ્રેસમાં અચાનક ભભૂકી ઉઠી ભીષણ આગ -જુઓ LIVE વિડીયો

Fire Breaks Out in Patalkot Express in Agra: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં અચાનક પાટા પર દોડતી પાતાલકોટ એક્સપ્રેસની બોગીમાં આગ લાગી હતી. ઘટના બાદ ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ પછી મુસાફરો બોગીમાંથી કૂદીને ભાગી ગયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવે સહિત સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.

TEST

ટ્રેન ફિરોઝપુરથી સિવની જઈ રહી હતી
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના આગ્રા નજીક ભંડાઈ રેલ્વે સ્ટેશનની બહારની બાજુએ ગ્વાલિયર તરફ જઈ રહી હતી. જણાવવામાં આવ્યું છે કે પાતાલકોટ એક્સપ્રેસ ફિરોઝપુરથી સિવની જઈ રહી હતી. ત્યારે ભંડાઈ પાસે ટ્રેનની બે બોગીમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટ્રેનમાં આગની માહિતી મળતાં જ આરપીએફ, જીઆરપીએફ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનના બે કોચમાં આગ લાગી હતી, પરંતુ અન્ય ચાર કોચને પણ આગની અસર થઈ હતી. રાહતકર્મીઓએ આ તમામ બોગીઓને અલગ કરી દીધી છે. બોગી સિવાય આગને કારણે થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી.

સમાચાર એજન્સી એએનઆઈને ટાંકીને ભારતીય રેલ્વેએ જણાવ્યું છે કે આગરા-ધોલપુર વચ્ચેની પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ચોથા કોચ જીએસમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ટ્રેન તરત જ રોકાઈ ગઈ અને કોચ અલગ થઈ ગયો. કોઈ વ્યક્તિને કોઈ ઈજા થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *