દેશભરમાંથી 2000ની નોટો પરત ખેંચવાનું સરકારનું એલાન, આ તારીખ સુધી બેંકોમાં કરાવી દેજો જમા

RBIએ સૌથી મોટી ચલણી નોટ (2000 banknotes ban) રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ…

RBIએ સૌથી મોટી ચલણી નોટ (2000 banknotes ban) રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે. ‘ક્લીન નોટ પોલિસી’ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 (2000 banknotes ban) રૂપિયાની નોટ બહાર પાડી હતી.

દેશભરમાંથી 2000ની નોટો પરત ખેંચવાનું એલાન (2000 banknotes ban)

ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત લાવ્યો છે, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત અત્રે તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે.

30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 ની નોટ બેંકમાં બદલાવી શકાશે

8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી તેમજ સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી, કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી.નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળા નાણાની ફરિયાદો વધી હતી.

2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી. ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટનું સર્કુલેશન બંધ કર્યું છે. જો કે, 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *