Surat Mass Suicide Case Suicide Note: પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સના સી-ટુ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસના ભાગે આવેલ ફ્લેટમાં રહેતા મનીષ કનુભાઈ સોલંકી ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા હતા. મનીષભાઈ પોતાની પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સામૂહિક આપઘાતની આ ઘટનામાં મનીષભાઈએ પોતાની પત્ની, ત્રણ સંતાનો અને માતા-પિતાને ઝેરી દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું.
મળતી માહિતી અનુસાર, મનીષભાઈ સોલંકીએ સુસાઇડ નોટ લખી પરિવાર સાથે પોતાના જીવનનો પણ અંત આણ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મનીષભાઈ સોલંકીએ પહેલાં તો પરિવારના તમામ સભ્યોને ઝેરી દવા પીવડાવી ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સુસાઇડ નોટમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે રૂપિયા લેવાના નીકળતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ કોઈ વ્યક્તિગત રીતે નામનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ સાથે જ રૂમમાંથી એક ખાલી બોટલ પણ મળી આવી હતી.
View this post on Instagram
મૃતક મનીષભાઈ સોલંકીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, હું મારા દિવસો કેમ પસાર કરતો હતો મારું મન જાણે છે. મારા ગયા પછી મારા બાળકો અને મારા મમ્મી પપ્પા કેવું જીવન જીવશે અને તેનો મારા વગર રહી શકે તેમ નથી તે ચિંતા કોરી ખાય છે.આ પગલું ભરવા પાછળ કોઈ અંગત વ્યક્તિ કે કારણો જવાબદાર હોઈ શકે પણ તેઓના નામ લેવા માંગતો નથી,જીવતા હેરાન નથી કર્યા તો મર્યા પછી કોઈને હેરાન કરવા માંગતો નથી.
વધુમાં મનીષભાઈએ લખ્યું છે કે, પરોપકાર ભલમનસાઈ અને દયાળુ સ્વભાવ મને હેરાન કરી ગયો, રૂપિયા લીધા પછી કોઈ પાછા આપતું નથી.ઉપકાર નો બદલો કોઈ પાછું આપતું નથી.મારી જિંદગીમાં ઘણા ને મદદ કરી છે.મારા બાળકો અને મમ્મી પપ્પા ની ચિંતા સતત મને મારી નાખતા,રીટાબેન તારું ધ્યાન રાખજે ઘનશ્યામલાલ,મુન્ના ભાઈ,બાળા ભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો,જાણતા અજાણતા આ જીવનમાં કોઈ ભૂલચૂક થઇ હોયતો માફ કરજો… અમારી મોત ના કારણ જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી,એને કુદરત જરૂરથી પરચો આપશે.તે કદી સુખી નહિ થઇ શકે.કોઈના પણ નામ લખવામાં અમને અંકાશ થશે.અને કુદરત જાણે છે બધું,જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા,અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીશ ….
View this post on Instagram
આમ આ સ્યૂસાઈડ નોટના આધારે એટલો અંદાજો આવી રહ્યો છે કે, મામલો પૈસાનો હોઈ શકે છે. કોઈએ પૈસા ઉછીના લીધા બાદ પરત ન આપ્યા હોય તેવું બની શકે. મૃતકે લખ્યું છે કે, કોઈ પૈસા લીધા બાદ પરત આપતું નથી. મારા સારા સ્વભાવનો લોકોએ ફાયદો ઉઠાવ્યો. આ વાતથી એ તો સ્પષ્ટ છે કે, કોઈએ મૃતક સાથે છેતરપિંડી કરી છે. જોકે, સાચી હકિકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube