સુરતની આ મોટી કંપનીના ડિરેક્ટરની 117 કરોડના બેંક લોન કૌભાંડમાં થઇ ધરપકડ

ખુદની કંપનીની માલિકીની મિલકતો ન હોવા છતાં પણ અલગ અલગ બેંકમાં એ મિલકતો ગિરવે મૂકી રૂપિયા 117 કરોડની લોન મેળવ્યા બાદ એ રકમ પરત ન…

ખુદની કંપનીની માલિકીની મિલકતો ન હોવા છતાં પણ અલગ અલગ બેંકમાં એ મિલકતો ગિરવે મૂકી રૂપિયા 117 કરોડની લોન મેળવ્યા બાદ એ રકમ પરત ન કરી છેતરપિંડી કરનારાઓ સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાની તપાસ કતારગામ પોલીસ પાસેથી લઈ સી.આઈ.ડી. ક્રાઇમને સોંપવામાં આવી હતી. જેમાં રાજ ઇન્ટરનેશનલ કંપનીના ડિરેક્ટર રાજેશ વેકરિયાની પોલીસે ધરપકડ કરી છે.

રાજ ઇન્ટરનેશનલ કંપનીના નામે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયાર્થે સુરતની ત્રણ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા 117 કરોડની લોન લીધી હતી. જેમાં અન્ય કંપનીની માલિકીની મિલકત ગિરવે મૂકી હોવાની વાતને લઈને જયેશભાઈ મિસ્ત્રીએ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અને ત્યારબાદ પોલીસ અધિકારીએ મામલાની છાનભીન કરી હતી.

આ ગુનાની છાનભીન કતારગામ પોલીસ પાસેથી સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવામાં આવી હતી. જેના પગલે સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે જગદીશ બોદરાની ધરપકડ કર્યા બાદ રાજ ઇન્ટરનેશનલ કંપનીના ડિરેક્ટર અને યાર્નનો વ્યવસાય કરતા રાજેશ અરજણ વેકરિયાની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ બેંકમાં લોન લેતી વખતે કંપનીના રબ્બર સ્ટેમ્પ અને સીલ લગાવ્યા તે બોગસ હતા. જે બન્ને રાજેશ વેકરિયા લાવ્યો હતો. હવે જ્યારે રાજેશ વેકરિયા પોલીસના હાથમાં આવી ગયો છે. ત્યારે તપાસ આગળ ધપશે અને આ બોગસ રબ્બર સ્ટેમ્પ અને કંપનીનાં સિલ કઈ જગ્યાએ બનાવ્યા, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ વગેરે મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *