Liquor seized in Chotaudepur: રાજ્યમાં આજે ફરી એક વખત પોલીસ જવાન બુટલેગર બન્યાની ઘટના સામે આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા (Liquor seized in Chotaudepur) સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારપછી તપાસ કરતા ખુલાસો થયો કે.. ઝડપાયેલા બંને શખ્સોમાંથી એક નડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા છે. હાલ પોલીસે બુટલેગર બનેલા પોલીસ કર્મચારી મહીપાલસિંહ જાડેજા અને અન્ય શખ્સ દીપકસિંહ સોલંકીની બંનેની ધરપકડ કરી આગળ તપાસ શરુ કરી છે.
રાજ્ય ડ્રાઇ સ્ટેટ છે. ગુજરાતમા દારૂબંધી છે, આ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની પણ છે આવી સ્થિતિમાં પોલીસ જ પોતે બુટલેગર બનીને દારૂની રાજ્યમાં હેરેફરી કરે તો પછી દારૂ બંધીના કાયદાનું સખતાઇ પાલન કરવાની અપેક્ષા કોને પાસે રાખવી આ એક વેધક સવાબ થવો સ્વાભાવિક છે.
રાજ્યમાં દારૂબંધી છતાં પણ દારૂની અનેક ભઠ્ઠી ધમધમતી પકડાઈ છે. આ સ્થિતિ આપણી સિસ્ટમ અને કાયદો વ્યવસ્થા પણ ચોક્કસ સવાલ ઉભા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ સુરતમાં ટ્રેન મારફતે દારૂ ની હેરાફેરીને એસએમસીએ પકડી પાડી હતી અને આ સમયે પણ સુરત રેલ્વે પોલીસ અને રેલ્વે LCB ઊંઘતી પકડાઈ હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન ખુલાસો થયો કે. મહારાષ્ટ્ર ના નંદુબારથી દારૂ લેવામાં આવ્યો હતો. આ બનાવમાં વિશ્વજિત ઉર્ફે વિશ્વાસ ભુરહસ્પતિ પડવી ની ધરપકડ કરવામાં આવે હતી. તો સુરતના કાલુ અને અશોક વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે,સુરત-ઉધના સ્ટેશનએ દારૂ ની હેરાફેરીની ઘટચનાનો અનેક વખત પર્દાફાશ થયો છે અને દારૂનો જથ્થો ઝડપાતો રહે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube