ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન 11વર્ષિય બાળકી પર દીપડાનો હુમલો, ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

Girnar news: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમના રૂટ પર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બોરદેવી નજીક દીપડાએ એક બાળકી પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે.જૂનાગઢના લીલી પરિક્રમાના રૂટ પર દીપડાના (Girnar news) હુમલાની ઘટના સામે આવી છે. બોરદેવી નજીક દીપડાએ પરિક્રમા દરમિયાન 11 વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો હતો.

દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ ઘણું સતર્ક થયું છે. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનો માહોલ છવાઇ ગયું છે.

હાલ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે.36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો આવી રહ્યા છે.. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.

ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી રહી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ ચાલુ કરવામાં આવ્યું છે. સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે પણ પરિક્રમામાં આવતા ભક્તોને રુટ પર ગંદકી ન કરવા માટે અપીલ કરી હતી.

યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી રહી છે. લીલી પરિક્રમા શરુ થવા પૂર્વે શેરનાથ બાપુ દ્વારા ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

લોકોમાં ફફડાટ
દિવસને દિવસે ક્રોનકીટના જંગલો વધી રહ્યાં છે તેમજ વૃક્ષો અને જંગલોનું નાશ પણ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવી રહી છે. જો કે, આ વખતે લીલી પરિક્રમાં દીપડો માનવીય વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. યુવતીના મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *