પત્ની પતિથી મોબાઈલ છુપાવતી હતી, એક દિવસ પતિએ જબરદસ્તી મોબાઇલ માંગ્યો અને પછી

બાગૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના આશારામ મજરા પકરીયા ગામના રહેવાસી અનુરુધ શર્મા ખેડૂત છે. તેણે જણાવ્યું કે, મંગળવારે સવારે પત્ની અર્ચના તેના મોબાઇલમાં વ્યસ્ત હતી. જ્યારે…

બાગૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના આશારામ મજરા પકરીયા ગામના રહેવાસી અનુરુધ શર્મા ખેડૂત છે. તેણે જણાવ્યું કે, મંગળવારે સવારે પત્ની અર્ચના તેના મોબાઇલમાં વ્યસ્ત હતી. જ્યારે તેણે પત્ની પાસે મોબાઈલ માંગ્યો ત્યારે પત્નીએ મોબઈલ આપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે બંને વચ્ચે દલીલ થઈ હતી. આ પછી અનુરુધ ખેતરે જતો રહયો. બપોરે અર્ચનાએ બારણું બંધ કરીને ઓરડામાં કેરોસીન છાંટીને પોતાની જાતને સળગાવી દીધી. તે જ સમયે, અનુરુધ કહે છે કે, પત્ની ઘણીવાર ફોનને છુપાવતી રહેતી હતી. તેણે મોબાઈલમાં એક પાસવર્ડ પણ રાખ્યો હતો જેનો પાસવર્ડ તે માત્ર એકલી જ જાણતી હતી.

તેની ચીસો સાંભળીને પુત્ર અને પુત્રીએ પણ બૂમ પાડી. અવાજ સાંભળીને પડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દરવાજો તોડીને અર્ચનાને બહાર કાઢી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ જ દાઝી ગઈ હતી.ઘટનાની જાણ થતાં મહિલાના મામા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે અર્ચનાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી.

તેની હાલત ગંભીર જોઈને ડોક્ટરે તેમને લખનૌ ટ્રોમા સેન્ટર રિફરમાં મોકલી આપી. પરિવાર તેને રાત્રે લખનૌ લઈ જતા હતા, પરંતુ તે રસ્તામાં જ મૃત્યુ પામી. મહિલાના પિતાએ દરેક આરોપોને નકારી કાઢયા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ ફૂલચંદ્ર સરોજે જણાવ્યું હતું કે, દંપતી વચ્ચે ફોન અંગે વિવાદ થયો હતો. જેના કારણે મહિલાએ આગ લગાવી આપઘાત કરી લીધો છે. આ કેસની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *