Youth committed died by suicide in Vadodara: આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને આજનું યુવાધન નાની-નાની બાબતમાં પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે. વડોદરામાં 2 સંતાનોનાં પિતાએ ઓનલાઇન ગેમના ચક્કરમાં પડી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.(Youth committed died by suicide in Vadodara) યુવકે ઓનલાઇન ગેમના ચક્કરમાં કેટલીક એપલિકેશન પરથી લોન લીધી હતી. જેમાં દેવું થઈ જવાને કારણે છેલ્લે મૃતક ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં અને આખરે તેણે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આ સાથે જ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે લોનની ઉઘરાણી કરતા લોકોએ યુવકને તેના ન્યૂડ ફોટો વાયરલ કરવા સહિત એટલી હદે ધમકાવ્યો હતો કે તેને પોતાના જીવનનો અંત લાવવાનું નક્કી કરી લીધું હતું.
રીફાઈનરી રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા નામનો યુવક ખાનગી કંપનીમાં સીવીલ એન્જિનિયર તરીકે કામ કરે છે. મયુરના પિતરાઈ ભાઈ કલ્પેશ મહિડાએ કહ્યું કે, મયુરના બે સંતાન છે. એક 4 વર્ષની દીકરી છે અને 1 વર્ષનો દીકરો છે.(Youth committed died by suicide in Vadodara) તે મોટાભાગે કંપનીના કામ અર્થે 20થી 25 દિવસ બહારગામ રહેતો હતો. આ કારણે તેની પત્ની બાળકો સાથે પિયરમાં રહેતી હતી.
મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું કે, સ્યુસાઇડ નોટ(Youth committed died by suicide in Vadodara)માં મયુરભાઈએ લોનની ભરપાઇ પણ કરી દીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ લેણદારો તેના ડોક્યુમેન્ટનો દુરઉપયોગ કરવાની સાથે તેના ન્યૂડ ફોટો સહિતની વસ્તુ વાયરલ કરવાની ધમકી આપતા હતા. જેથી તેને હતાશ થઈનેમંગળવારે સાંજે છ વાગ્યની આસપાસ ઘરે જ ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. ત્યારે આ મામલે ગોરવા પોલીસે મૃતદેહ કબજે લઇ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકનાં મોટાભાઈ કલ્પેશ મહીડાએ જણાવ્યું કે,” સુસાઈડ નોટમાં લખ્યું કે મને ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું છે. કારણકે જે વ્યક્તિ મહિનાનાં 20 દિવસ પ્લેનથી બહાર ફરતો હોય..કંપનીમાં સારી નોકરી હોય તે મારોભાઈ સુસાઈડ કરે. આ વારંવાર કોલ આવવાનાં કારણે જ ઘટના બની છે.”
શું લખ્યું છે સુસાઇડ નોટમાં…
સુસાઈડ નોટમાં પિતા અને પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.(Youth committed died by suicide in Vadodara) સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે, “મારા ઉંચા શોખને કારણે મારા ઉપર વધારે દેવું થઈ ગયું છે. જેથી હું આ પગલુ ભરી રહ્યો છું. પપ્પા અને સોનલ (નામ બદલ્યું છે) તમે મને ખરાબ માણસ સમજતા નહીં. મારા ગયા પછી મને માફ કરી દેજો. મારા છોકરાઓેને મારતા નહીં ખૂશ રાખજો તેમને, ઘર અને ગાડી વેચીને પોતાનું ગુજરાન ચલાવી લેજો. હાં મે પહેલાં અમુક એપ્લીકેશન પરથી લોન લીધી હતી. પરંતુ તે લોન મે ચૂકતે કરી દીધી હતી. લોનવાળા મને ધમકી આપે છે. મારા ગંદા ફોટો ફેલાવવાની વાત કરે છે. જેથી મારે આ પગલું ભરવું પડી રહ્યું છે માફ કરજો. છેલ્લા કેટલાક દિવસથી મને ફોન આવી રહ્યાં છે. સોનલ તુ બંને બાળકોને સારી રીતે રાખજે, પપ્પાને પણ સાથે રહેવા લઈ જજે. મને પણ ઘણુ દુઃખ થાય છે. મારી પાસે આ સિવાય કોઈ રસ્તો નથી. પપ્પા તમારી પાસે કોઈ રૂપિયા માગે તો તમે માથે લેતા નહીં, SORRY માફ કરજો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube