Blast in Bhavnagar factory: ગુજરાતની ઘણી એવી ફેકટરીઓ છે બ્લાસ્ટના બનાવ બનતાં રહે છે અને મજૂરો ભોગ બને છે, પરંતુ શા માટે આ બાબતે કોઈ પગલાં લેવામાં નથી આવતાં? એવી જ ઘટના ભાવનગરમાં બની છે. ભાવનગર જિલ્લાની સિહોર GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં ગત મોડી રાત્રે વિસ્ફોટ( Blast in Bhavnagar factory ) થતાં હાહાકાર મચી ગયો. ઘટનાને પગલે એકનું સ્થળ પર અને એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ કામદારો સારવાર હેઠળ છે.
MD રોલિંગ મિલના બોયલરમાં બ્લાસ્ટ
સિહોર GIDCમાં MD.રુદ્રા નામની ફેક્ટરીમાં મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે 5 કામદારો ઘાયલ થયા હતા. હાલમાં ઘાયલોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ, MD રોલિંગ મિલમાં બોયલરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચાર મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘાયલ 4 લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રતિલાલ નામના મજૂરનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પરસોત્તમ નામના મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. હજુ ત્રણ મજૂર સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.
આ લોકો ઘાયલ થયા
સિહોર GIDCમાં આવેલી એમ.ડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડીરાત્રે કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં દુર્ઘટના બની હતી. ત્યાં કામ કરી રહેલા રાજુ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમ ચૌહાણ નામના મજૂરોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube