વર્ગ-3ની સરકારી ભરતીને લઈ મોટા સમાચાર- ગુજરાત સરકારે નિયમોમાં કર્યા આ ફેરફાર

Class-3 Govt Recruitment: સરકારી નોકરીની રાહ જોતા તેમજ તૈયારી કરી રહેલા લોકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી ભરતીના નિયમો બદલી દીધાં…

Class-3 Govt Recruitment: સરકારી નોકરીની રાહ જોતા તેમજ તૈયારી કરી રહેલા લોકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી ભરતીના નિયમો બદલી દીધાં છે. એટલેકે, સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી( Class-3 Govt Recruitment ) માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે જ્યારે હેડક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે.

વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. પરંતુ હવે વર્ગ-3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.જેના આધારે હવે પરીક્ષાર્થીઓએ તૈયારી કરવાની રહેશે.

વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે
આ અંગેના નિયમોમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે,હવે તેમાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ પરીક્ષા MCQ આધારિત હશે અને ત્યાર બાદની પરીક્ષા લેખીત સ્વરૂપે લેવાશે. જો કે જુનિયર ક્લાર્કની પરીક્ષાને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માત્ર MCQ આધારિત જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *