રામ મંદિર બનવા પર મોહમ્મદ મિચલાએ ગર્વ વ્યક્ત કર્યો- જીવનમાં 50 વાર વાંચી શ્રીમદ્ ભગવદ્ ગીતા

Ram Mandir Communal Unity: અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર( Ram Mandir Communal Unity ) બનાવવામાં આવ્યું છે. આવનારી 22મી જાન્યુઆરીએ ભગવાનના મંદિરમાં મૂર્તિનો અભિષેક થવા જઈ રહ્યો છે.ત્યારે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.તો આ તમામ વચ્ચે સુરતમાં રહેતા 69 વર્ષીય નિવૃત્ત આચાર્ય એવા મોહમ્મદ મિચલાએ ભગવાનના શ્લોકની પંક્તિઓ તેના અર્થ સાથે જણાવી છે.આ સાથે જ તેઓએ આખી ભગવત ગીતા પોતાની 69 વર્ષની ઉમરમાં 50 થી વધુ વખત વાંચી તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતર્યા છે.

રામ મંદિર બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો
મુસ્લિમ અગ્રણી એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ મિચલાને ભગવત ગીતા અને રામાયણનું જ્ઞાન છે. આ સાથે જ ઉર્દૂમાં લખેલી રામાયણ અને ગીતા તેમની પાસે છે.જેનું તેઓ પથન પણ કરે છે. મોહમ્મદ ભાઇ એ રામ મંદિર બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.આ અંગે મોહમ્મદ મીચલા એ જણાવ્યું હતું કે ધોરણ છ માં હતા ત્યારે નચિકેતાની પુસ્તક તેમના હાથ માં આવી હતી, પરંતુ તે સંસ્કૃત ભાષા માં હોવાથી તેઓ તેને સમજી શક્યા ન હતા જેથી તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને નચિકેતા પુસ્તક અન્ય કોઈ ભાષા માં હોય તો તેમને જોઈએ છે જેવી જીજ્ઞાશા દર્શાવી હતી જે બાદ શિક્ષકે તેમને ઉર્દૂ માં તે પુસ્તક આપ્યું અને ત્યાર બાદ એક બાદ એક પુસ્તકો થી તે જ્ઞાની થયા હાલ ભાગવત ગીતા,રામાયણ તેમની પાસે ઉર્દૂ ભાષા માં છે.સાથે જ ગુજરાતી ભાષા માં છે.જેને તેઓએ 50 થી વધુ વખત વાચન કરી છે.આ સાથે જ તેઓએ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે વધુમાં તેઓએ કહ્યું હતું કે રામ પહેલે પણ આયોદ્ય માં હતા અને હવે ફરી તમામ વચ્ચે તેઓ આવી રહ્યા છે જેનો આનંદ છે.અને રામ ભગવાન નું આયોધ્યમાં આવવું પી એમ મોદી એ શક્ય કર્યું છે.જેથી વર્ષો પછી રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો છે.

એક બાદ એક પુસ્તકથી બહુ જ પ્રભાવિત થયા
આ અંગે મોહમ્મદ મીચલાએ જણાવ્યું હતું કે, તેઓ ધોરણ-6 માં હતા ત્યારે નચિકેતાની પુસ્તક તેમના હાથમાં આવી હતી, પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી તેઓ તેને સમજી શક્યા ન હતા. જેથી તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને નચિકેતા પુસ્તક અન્ય કોઈ ભાષામાં હોય તો તેમને જોઈએ છે જેવી જીજ્ઞાશા દર્શાવી હતી. જે બાદ શિક્ષકે તેમને ઉર્દૂમાં તે પુસ્તક આપ્યું અને ત્યાર બાદ એક બાદ એક પુસ્તકથી બહુ જ પ્રભાવિત થયા હતા.

પચાસથી વધુ વખત રામાયણના પસ્તકનું વચન કર્યું
હાલ તેમની પાસે ઉર્દુ ભામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ છે. સાથે જ ગુજરાતી ભાષામાં પણ છે. જેને તેઓએ 50 થી વધુ વખત વાંચન કર્યું છે. આ સાથે જ તેઓએ રામ મંદિર બનવા જઈ રહ્યું છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે રામ પહેલા પણ આયોધ્યામાં હતા અને હવે ફરી તમામ વચ્ચે તેઓ આવી રહ્યા છે જેનો આનંદ છે. અને રામ ભગવાનનું આયોધ્યમાં આવવું પ્રધાનમંત્રી મોદીએ શક્ય કર્યું છે. જેથી વર્ષો પછી રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો છે.