LPG Price Cut: નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડર( LPG Price Cut )ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, હમણાંજ રાજસ્થાનની સરકારે ગેસના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના લોકોને ખુશ કરી દીધા હતા. ત્યારે હવે ગુજરાત સરકાર પણ એ રસ્તે ચાલશે, ગુજરાત સરકાર પોતાના નાગરિકો માટે 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળી રહે તે અંગે બજેટમાં જાહેરાત કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળી શકે છે લાભ
લોકસભા ચૂંટણી ચાલુ વર્ષે જ આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં 450 રૂૂપિયામાં ગેસ સિલિન્ડરની જાહેરાત બાદ આ મુદ્દો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતને અન્યાય કરીને ચલાવાઇ રહ્યો છે. તેની સામે ભાજપ સરકારના મોવડીઓ લોકસભા ચૂંટણી પહેલાં મહિલાઓને રિઝવવા માટે ગુજરાતમાં પણ 450 રૂૂપિયામાં ગેસ સિલિન્ડર આપી શકાય કે નહીં તેની વિચારણા શરૂૂ કરી દીધી છે. તેની જાહેરાત કરવામાં આવે તો ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓની સંખ્યા અને સરકારની સબસિડી મળીને કેટલી રકમનો બોજો આવે તેની ગણતરી પણ શરૂૂ કરી દેવાઇ છે. જો ઉચ્ચ સ્તરેથી મંજૂરી મળશે તો બજેટમાં સંભવત: તેની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.ગુજરાતમાં ફરી તમામ 26 બેઠકો જંગી બહુમતીથી જીતવાનું પુનરાવર્તન કરવા માટે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પ્રચારમાં તેનો ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકે છે.
વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટી દ્વારા રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકારે 450 રૂૂપિયામાં ગેસ સિલિન્ડરની માગણી સાથે રાજ્યભરમાં દેખાવો કર્યા હતા. તે સાથે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર મહિલાઓને એક હજાર રૂૂપિયા આપી રહ્યા છે તો ગુજરાતમાં 3 હજાર રૂૂપિયા આપવાની પણ માગણી કરી હતી. આપ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કરતા અનેક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.
ગેસ સિલિન્ડરનો ભાવ 925 રૂપિયા છે
રાજ્યના નાગરિકોને નવા વર્ષની શરૂઆતમાં મોટા સારા સમાચાર સામે આવી રહ્યાં છે , રાજ્યના બીપીએલ કાર્ડધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહેશે. ફેબ્રુઆરી મહિનામા રજૂ કરાઈ રહેલા બજેટમાં આ અંગે જાહેરાત કરી દેવામાં આવશે, જોકે હાલ રાજ્યમાં ગેસ સિલિન્ડરનો ભાવ 925 રૂપિયા છે ત્યારે બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે.
તમને જણાવી દઈએ કે 450 રૂપિયામાં સિલિન્ડર વેચવાને કારણે રાજ્ય સરકાર પર 626 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નોંધનીય છે કે અગાઉની અશોક ગેહલોત સરકારે એપ્રિલ 2023માં ઉજ્જવલા યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube