Ambalal Patel Prediction: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાતા શિયાળાની ઠંડીનું જોર ઘટી ગયું છે. એવામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.તો બીજી તરફ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે. આ વાદળછાયા વાતાવરણના(Ambalal Patel Prediction) પગલે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે તેમ હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ધ તરફથી ભેજ આવતો હોઈ સવારે વાતાવરણ ધૂંધળું દેખાઈ રહ્યું છે. આગામી 5 ફેબ્રુઆરી સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું છે, જેના પગલે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. રાજસ્થાનના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.રાજ્યમાં ઠંડી, માવઠા અને ઝાકળવર્ષાની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ થવાની સંભાવના છે. જેના કારણે છૂટાછવાયા ઝાપટાં થવાની સંભાવના છે. સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીના માહોલ વચ્ચે હવે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
પડી શકે છે વરસાદી ઝાપટા
સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી. તો 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજથી 5 ફેબ્રુઆરી સુથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યો છે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. ખાસ કરીને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ક્યાંક-ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
આજનું મહત્તમ તાપમાન
જો આજના તાપમાનની વાત કરીએ તો, આજે ગાંધીનગર 14.5ને બાદ કરતાં રાજ્યના મોટાભાગના મહાનગરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી વધારે નોંધાયું છે. જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.7, વડોદરામાં 16.6, રાજકોટમાં 16.5 અને સુરતમાં લઘુત્તમ તાપમાન 19.4 નોંધાયું છે.તેમજ , અમદાવાદમાં 32 ડિગ્રી, વડોદરામાં 32.8, રાજકોટમાં 34.3 ડિગ્રી અને સુરતમાં 33.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube