વડોદરાનો આ યુવાન ભણીગણીને બન્યો ખેડૂત- કેળાની ખેતી કરીને કરે છે મબલક કમાણી, જાણો વિગતે

Banana Cultivation: હાલમાં સમયમાં ઉચ્ચ શિક્ષણ વધારે મહત્વપૂર્ણ છે. ગ્રામિણ વિસ્તારમાં તો વાલીઓ પોતાના(Banana Cultivation) બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મોટા મોટા શહેરોમાં મોકલે છે. લાખો રૂપિયા ખર્ચ કરીને બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા માછીપુરા ગામમાં એક ભણેલો ગણેલો યુવક મોટા પ્રમાણમાં કેળની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

એમ.એસ.સી. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીએ નોકરી ન કરી કેળાની ખેતી કરી
ઘણીવાર આપડે સમાજમાં એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે જેમાં, ઉચ્ચ શિક્ષિત યુવાનો બેરોજગારીથી નિરાશ થઈને શહેરોમાં મોટી નોકરી કરી લે છે અથવા તો સીધા ગામડે જતાં રહે છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા માછીપુરા ગામના 31 વર્ષીય વૈભવ પ્રભાતભાઈ માછીએ એમ.એસ.સી. એગ્રીકલ્ચર જિનેટિક એન્ડ પ્લાન્ટ બ્રિડિંગ કોર્સ કર્યો છે. તેમજ આ યુવકએ નોકરી ન કરવાના બદલે છેલ્લા છ વર્ષથી પિતા સાથે ખેતીના વ્યવસાયમાં જોડાયેલ છે. વૈભવ માછીએ 100 એકર જમીનમાં કેળાનું વાવેતર કર્યું છે. દર વર્ષે એક લાખ કેળના છોડનું વાવેતર કરે છે. એક સિઝનમાં એક કેળાના છોડ પર 30 થી 35 કિલો કેળાનું ઉત્પાદન થતું હોય છે.

નાનપણથી પિતાને ખેતીમાં જોતા યુવક પ્રેરાયો
આ શિક્ષિત યુવક લાખો લોકોનું આર્દશ બન્યો છે.જેને એક સારા પગારવાળી નોકરી છોડીને પિતા સાથે ખેતીકામ શરૂ કર્યું છે.આ અંગે વૈભવભાઈ માછીએ જણાવ્યું હતું કે બાળપણથી પિતાને ખેતી કરતા જોયા છે. મને પણ ખેતીમાં રસ હોવાથી અભ્યાસ પછી ખેતીના વ્યવસાયમાં જોડાયો છું. મારા પિતાએ અમે ભાઈ બહેનોને ખૂબ જ ભણાવ્યા ગણાવ્યા છે. અમારા ભણતરને અમે ખેતી કરવામાં ઉપયોગ કરીશું અને ખેતીને એક ઉદ્યોગ તરીકે વિકસાવીશું.

ભવિષ્યમાં એક હાઈટેક નર્સરી બનાવવાનો વિચાર
યુવકએ કહ્યું કે,ભવિષ્યમાં એક હાઈટેક નર્સરી બનાવવાનો વિચાર કરી રહ્યા છે. તથા ખેડૂતોને ખેતીની તમામ સાધન સામગ્રી એક જ સ્થળેથી મળી રહે તથા માર્ગદર્શન પૂરું મળે તે માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. આજની પેઢી જો ભણી ગણીને ખેતીમાં જોડાય તો ઘણા સુધારા લાવી શકે અને ખેત ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

આ કેળાને દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધી મોકલવામાં આવે છે. લગભગ દસ મહિને કેળાનું ઉત્પાદન થતું હોય છે. એક કેળના છોડ પાછળ લગભગ 100 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે. અને એક કેળાના છોડ પાછળ 300 થી સાડા ત્રણસો રૂપિયા આવક થાય છે.