Gujarat Weather Update: રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં(Gujarat Weather Update) કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 અને 2 માર્ચના કમોસમી વરસાદ વરસશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા
દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 45 કિ.મી.ની ઝડપે ફૂંકાવાના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. બીજી તરફ બે દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના કરી છે.
દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા
પહેલા ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. ચોથા દિવસે એટલે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે.
હવામાન વિભાગે 1 માર્ચથી 3 માર્ચ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહીસાગર જેવા જિલ્લાઓમાં માવઠું થાય તેવી સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે.
રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી કેશોદમાં નોંધાયું હતું. આગામી 24 કલાક રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આજે પણ અરબી સમુદ્રમાં તોફાની મોજાં ઊછળવાની શક્યતાઓને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ઉત્તરપૂર્વ દિશા તરફથી છે. જ્યારે પવનની ઝડપ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત રાજ્યના બાકીના વિસ્તારમાં પણ પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે અને પવનની ઝડપ 5-10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App