Rajkot ST Bus Accident: રાજકોટની મધ્યમાં આવેલ આધુનિક એસ.ટી.બસપોર્ટ અકસ્માતઝોન બની ગયું છે. હજુ 20 દિવસ પહેલા જ એસ.ટી.પોર્ટની અંદર જ બસની ઠોકરે ચડી જતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આજે સવારે એસટી પોર્ટની બહાર બે બસની વચ્ચે વિદ્યાર્થી ચકદાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ(Rajkot ST Bus Accident) નિપજ્યું હતું. તો આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકનું મોત થતા રસ્તા પર લોહીનો રેલો
ગોંડલના ગુંદાળા ગામનો રહેવાસી બ્રિજેશ સોલંકી દ્વારકા જઈ રહ્યો હતો. ત્યારે રાજકોટ એસટી બસ સ્ટેશન બહાર બસના પ્રવેશના ગેટની સામેથી ઝડપથી પસાર થવા જતાં પાછળથી આવતી બસે હડફેટે લીધો હતો, જેમાં યુવક બે બસની વચ્ચે ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. યુવકનું લોહી વહી જતાં રોડ પર લોહીનો રેલો ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે બસ પોર્ટની અંદર થોડા દિવસો પહેલાં જ એક વૃદ્ધનું એસટી બસની હડફેટે મોત થયું હતું, ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે.
રાજકોટ એસ.ટી.બસપોર્ટ અકસ્માતઝોન
રાજકોટ એસ.ટી.બસપોર્ટ અકસ્માતઝોન બની ગયો છે. અગાઉ બસસ્ટેન્ડના એન્ટ્રીગેઈટ ઉપર જ બસની ઠોકરે ચડી જતાં મહિલાનું મોત થયું હતું. ત્યાર બાદ 20 દિવસ પહેલા બસપોર્ટની અંદર જ આવેલ પ્લેટફોર્મ નંબર 5 પાસે સુરત-જામજોધપુર રૂટની એસ. ટી. બસની ઠોકરે ચડી જતાં સુરેન્દ્રનગર ચુડા ગામના વ્રજલાલભાઈ શિવલાલભાઈ આડેસર 72નું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આજે બસપોર્ટની અંદર જ વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે.
શોરૂમ ઉભા કરી દેતા બસપોર્ટની જગ્યા સાંકળી બની
રાજકોટના આધુનિક બસપોર્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર માત્ર બસ સ્ટેન્ડ જ બનાવવાની બદલે તગડી કમાણી કરવા માટે બસપોર્ટની આગળ અને પાછળના ભાગમાં શોરૂમ ઉભા કરી દેતા બસપોર્ટની જગ્યા સાંકળી બની ગઈ છે. જેના કારણે અવાર નવાર બસપોર્ટની અંદર જ અકસ્માતો સર્જાય છે. બસપોર્ટની અંદર ‘મઢી નાની અને બસ જાજી’ જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ બસપોર્ટ ઉપર લગ્નગાળો અને વેકેશન વખતે ચિક્કાર ગીરદી સર્જાય છે. જેના કારણે બસપોર્ટ ઉપર આવતી એસટી બસોને પાર્કિંગ પણ મળતું નથી. જ્યારે રજાના દિવસોમાં બસપોર્ટ ઉપર ટ્રાફિક વધુ હોવાના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આની પાછળ જવાબદાર કોણ?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App