અયોધ્યા મામલે જમિયત-ઉલેમા-એ-હિન્દ દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. અરજી એમ સિદ્દીકી તરફથી કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને 9 નવેમ્બરના ચુકાદા પર ફરી વિચાર કરવાની માંગ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ જમિયત દ્વારા ત્રણ મહત્વના મુદ્દા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ મુદ્દાઓમાં ઐતિહાસિક ભૂલ દેખાય છે, પરંતુ ચુકાદો આનો વિપરીત આવ્યો છે. અરજીમાં મુખ્ય બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ વાતનો કોઇ પુરાવા નથી કે ત્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
બીજો મુદ્દો એ છે કે, 22-23 ડિસેમ્બર 1949 ની રાતે છુપાઈને મસ્જિદમાં મૂર્તિ મૂકવી પણ ખોટી બાબત કહેવાય, તેવું સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું છે. 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદનો ઢાંચો થોડો પણ ખોટું કહેવાય. પરંતુ આ ભૂલોની આરોપીઓને સજા આપવાને બદલે પૂરેપૂરી જમીન હિન્દુ પક્ષને આપી દેવામાં આવી. આ કારણોસર કોર્ટ પોતાના ફેસલા પર પુનર્વિચાર કરે તેવું અરજીમાં લખવામાં આવ્યું છે.
અરજીમાં લખેલી આ મહત્વની વાતો :-
– હિન્દુઓએ મસ્જિદ પરિષદમાં 1857 પહેલા પૂજા કરી હતી તેવું બતાવવાનો કોર્ટનો નિષ્કર્ષ યોગ્ય નથી.
– કોર્ટનો આ નિષ્કર્ષ પણ યોગ્ય નથી કે 1857 થી 1949 વચ્ચે આંતરિક આંગણું મુસ્લિમોના કબજામાં હતું.
– સુપ્રીમ કોર્ટમાં એક અર્થમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લીમ પક્ષ પ્રતિકૂળ કબજો સાબિત કરવામાં સક્ષમ નથી પરંતુ આ બાબત પણ ખોટી છે.
– સુપ્રીમ કોર્ટે એએસઆઇના રિપોર્ટનો હવાલો આપતા નિષ્કર્ષ કાઢ્યો હતો કે મસ્જિદ ખાલી જમીન પર બનાવેલ નથી, પરંતુ એક ગેર ઈસ્લામિક સંરચના ઉપર બનાવવામાં આવી હતી, જે મોટા પાયે દસમી સદીના હિન્દુ ઢાંચા થી મળતી આવે છે. આ બાબત પણ ખોટી છે.
– સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ પક્ષના સબૂતો નો સ્વીકાર કરવામાં આવ્યો જ્યારે અમારા(મુસ્લિમ પક્ષના) સુસજ્જિત સાક્ષી ની અવગણના થઈ.
– હિન્દુઓ નિર્વિવાદ રૂપે મસ્જિદની અંદર પૂજા કરતા હતા અને અંદરના ગર્ભગૃહમાં ભગવાન રામનો જન્મ સ્થાન માનતા હતા, આ નિષ્કર્ષ પણ ખોટો છે.
– અનુચ્છેદ 143 હેઠળ મુસ્લિમ પક્ષના પાંચ એકર જમીન આપવાનો નિર્ણય પણ ખોટો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.