ટામેટાંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા- ટામેટા ફેંકી વ્યક્ત કર્યો નાનાપોંઢા APMC સામે અનોખો વિરોધ

Valsad News: ખેતપેદાશોના યોગ્ય ભાવ ના મળતા હોવાની ખેડૂતોની બુમરાડ અવારનવાર જોવા મળતી હોય છે. તો સામેપક્ષે મોંઘવારી વધી રહી હોવાની પણ ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે. ત્યારે વલસાડ શહેરમાં જ ખેતપેદાશ ટામેટાના ભાવ એપીએમસીમાં તળિયે જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ અને ટામેટાના(Valsad News) છૂટક બજારના ભાવ ત્રણ ઘણા વધારે જોવા મળી રહ્યા છે. એક મણ ટામેટા એટલે કે 20 કિલોના ભાવ ખેડૂતોને એપીએમસીમાં 80 થી 100 રૂપિયે મળી રહ્યા છે, તો છૂટક બજારમાં એક કિલો ટામેટા ના ભાવ 20 રૂપિયા જોવા મળી રહ્યા છે.જેના પગલે ખેડુતુએ આજે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

લાલ ટામેટાએ જગતના તાતને લાલ આંસુડે રોવડાવ્યા
પાછળના વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓ કરાયા હતા. જોકે સ્થિતિ એ છે કે ખેડૂતો ખેતીમાં કરેલ ખર્ચ સામે ખેત પેદાસના યોગ્ય ભાવ ના મેળવી શક્યા હોવાની સ્થિતિ બજારમાં જોવા મળી રહી છે. લાલ ટામેટાએ આ વર્ષે જગતના તાતને લાલ પાણીએ રડવું પડે એ સ્થિતિ કરી છે. કારણકે મોંઘી ખેતી સામે આ વર્ષે ટામેટાના ભાવ ખૂબ નીચા જોવા મળી રહ્યા છે.જેના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે.\

માર્કેટ ટાઈમમાં કરવામાં આવ્યા આ મોટા ફેરફારો
ખેડૂતો દૂરદૂરથી ટામેટા વેચવા માટે માર્કેટમાં આવે છે પરંતુ તેમને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. જેને લઇને ખેડૂતોએ પુરતો ખર્ચો પણ મળતો નહી હોવાથી નુકશાન જઇ રહ્યુ છે. વલસાડના કપરાડામાં ખેડૂતોએ આજે રોષ વ્યક્ત કર્યો હતો. નાનાપોન્ઢા એપીએમસી માર્કેટમાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. અને ટામેટાના પુરતા ભાવ નહિ મળતા રસ્તા પર ખેડૂતોએ ટામેટા ફેક્યા હતા.

ઉત્પાદન ખર્ચ કરતા પણ આવક ઓછી
ટામેટાના ભાવ તળિયે જતા ખેડૂતના ભાગે માત્ર નુકસાની જ આવી રહી છે. 20 કિલોની એક ગુણ લઈને બજારમાં આવતા ખેડૂતને 8 થી 10 રૂપિયાની પ્લાસ્ટિકની બેગ, ખેતરથી માર્કેટમાં ઉત્પાદનને પહોંચાડવા માટેનું ભાડુ પણ મોંઘું પડી રહ્યું છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર કોઈ એવી વ્યવસ્થા ઉભી કરે કે જેમાં તેમને ઉપજના યોગ્ય ભાવ મળી રહે.