બંગાળની યુનીવર્સીટીમાં પ્રોફેસરની વિદ્યાર્થીનીઓ સાથે બીભત્સ હરકત- જાણો વિગતવાર અહેવાલ

પશ્ચિમ બંગાળની વિશ્વ-ભારતી યુનિવર્સિટીની (visva bharati university) ત્રણ વિદ્યાર્થીનીઓએ એક હંગામી પ્રોફેસર વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં આરોપ છે કે તેણે સેમેસ્ટરની પરીક્ષા પાસ કરવાના બદલામાં શારીરિક સંબંધોની માંગ કરી હતી. ફરિયાદમાં, ફારસી, ઉર્દૂ અને ઇસ્લામિક સ્ટડીઝ વિભાગની ત્રણ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેમને વ્હોટ્સએપ પર અંગત અશ્લીલ સંદેશાઓ પણ મોકલ્યા હતા અને ઘણી વખત અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

વિશ્વભારતીના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે જો વિદ્યાર્થીઓ (visva bharati university) કેન્દ્રીય યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિ (ICC)નો સંપર્ક કરશે, તો “તે આરોપોની તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે.” વિદ્યાર્થીઓનો આરોપ છે કે આરોપી ગેસ્ટ પ્રોફેસરે તેમને વચન આપ્યું હતું કે જો વિદ્યાર્થીઓ તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો તેમને તેમની સેમેસ્ટર પરીક્ષામાં પણ મદદ કરવામાં આવશે.

28 માર્ચે શાંતિનિકેતન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ACJM, બોલપુર ખાતે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે. જો કે, આરોપી શિક્ષકે આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. આરોપી શિક્ષકે કહ્યું કે, ‘હું આટલા લાંબા સમયથી અહીં ભણાવી રહ્યો છું, મારા પર આવો આરોપ પહેલા ક્યારેય નથી લાગ્યો.’

વિશ્વભારતી યુનિવર્સિટી ફેકલ્ટી એસોસિએશનના પ્રવક્તા સુદિપ્તા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, આ આરોપોની યોગ્ય રીતે જલદીથી તપાસ થવી જોઈએ. વિશ્વભારતી યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે એક હંગામી પ્રોફેસરે તેમને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલ્યા હતા અને ઘણી વખત અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. વિદ્યાર્થીનીઓની ફરિયાદ પર અનેક FIR નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.