દ્વારકામાં શોર્ટ સર્કિટને કારણે એક જ પરિવારના 4 સભ્યો આગમાં હોમાયા, 7 મહિનાની બાળકી સહિત 4 લોકોના મોત

Four Killed Dwarka Fire: દ્વારકામાંથી ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે.જેમાં એક ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ જીવલેણ ઘટનામાં 2 મહિલા, એક પુરૂષ અને એક બાળક સહિત ચાર લોકો બાળીને ભડથું બન્યા છે. આગની ઘટના સવારે 3 થી 4 વચ્ચે બની હતી ત્યારે આગની આ ભીષણ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મકાનમાં(Four Killed Dwarka Fire) વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ યોગ્ય તપાસ બાદ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ સામે આવી શકે તેમ છે.

એક જ પરિવારના ચાર લોકો આગમાં ભડથું
દ્વારકાના આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાં અચાનક જ આગ લાગતા એક જ પરિવારના ચાર લોકો આગની ચપેટમાં આવ્યા છે અને તેમના કરૂણ મોત નિપજ્યાં છે. આગના કારણે ફેલાતા ધુમાડા અને ઝાકળને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા.આ ઘટનામાં પાવન કમલેશ ઉપાધ્યાય (30), તિથિ પવાન ઉપાધ્યાય (27), ધ્યાના (7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા) એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી હ્રદય કંપાવતી ઘટનામાં ચાર લોકો ભોગ બનતા દ્વારકા ગૂગળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગૂગળી સમાજમાં શોકનો માહોલ
આ ઘટનાથી સમગ્ર ગૂગળી સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ ઘટનાથી દ્વારકાના ગૂગળી સમાજમાં ભારે શોકનો મોહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.