રાજ્યમાં ફરી સ્વાઈનફ્લૂનો કહેર જામ્યો: લીધો વધુ એકનો ભોગ, બે દિવસ પહેલા પણ થયું હતું એક મહિલાનું મોત

Swine Flu Latest News: રાજ્યમાં ધીમે ધીમે સ્વાઈન ફ્લૂનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર ફરી જોવા મળી આવ્યો છે. સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત (Swine Flu Latest News) થતા લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા એક મહિલાનું સ્વાઈન ફ્લૂનાં કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું.

ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પર પહોંચ્યો
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 55 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લુથી સર.ટી. હોસ્પિટલમાં મોત થયું હતું. ત્યારપછી 57 વર્ષીય વૃદ્ધા પણ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ આવતા તેઓને તાત્કાલીક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. ત્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પહોંચ્યો ગયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી
ભાવનગરમાં સ્વાઈન ફ્લૂનાં બે દર્દીઓનાં મોત થતા આરોગ્ય તંત્રમાં ભયની માહોલ છવાઇ ગયો છે. તેમજ દર્દીઓનાં સંપર્કમાં આવેલ તમામ લોકોનાં આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં સ્વાઈન ફ્લૂથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતુ
વડોદરામાં સ્વાઇન ફલૂમાં વધારો જોવા મળ્યો છે. સ્વાઇન ફ્લૂ અને કોરોના કેસમાં વધારો થયો છે. અકોટા વિસ્તારની વૃદ્ધાનું સ્વાઇન ફલૂથી મોત નીપજ્યું છે. 67 વર્ષીય વૃદ્ધાને શરદી ખાંસીની ફરિયાદ થતાં ગોત્રી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં 32 વર્ષના યુવાન સહિત સ્વાઇન ફલૂનાં બે નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ એક વર્ષની બાળકી દાખલ કરવામાં આવી હતી. જયારે SSGમાં સ્વાઇન ફ્લૂનો એક અને કોરોનાના 4 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. સ્વાઇન ફલૂ તથા કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગરપાલિકા એકશન મોડમાં આવી ગયું છે.

સ્વાઈન ફ્લૂના આ ઉપચાર પણ જાણી લો
યુવાનોને તાવ અને શરદીથી બચાવવા માટે પેરાસિટામૉલ ટેબ્લેટ આપવામાં આવે છે.

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એસ્પિરિન જેવી દવા ન આપવી જોઈએ.

સ્વાઇન ફ્લૂની સારવાર સામાન્ય ફલૂની જેમ જ કરવામાં આવી રહ્યું છે અને ઠંડી, કફ, તાવથી બચવા માટે પેરાસિટામૉલ કે એન્ટિરેટ્રોવાઈરલ જેવી એન્ટિવાઈરલ દવાઓ આપવામાં આવે છે.

સ્વાઇન ફ્લૂથી બચવા સલામતીનાં પગલાં અનુસરો. ચેપ લાગવાની શક્યતા હોય એવી જગ્યાએ માસ્ક પહેરવાનું ખાસ યાદ રાખો. સ્વાઇન ફ્લૂ ફેલાયો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.