સુરતમાં ત્રણ સંતાનોની માતાને લગ્નની લાલચ આપી બાળપણના મિત્રએ અવારનવાર આચર્યું દુષ્કર્મ

Surat Crime News: સુરતમાં આવેલા મોટાવરાછા વિસ્તારમાં આવેલા ઉત્રાણ વિસ્તારમાં ત્રણ સંતાનો સાથે પોતાના મોટા ભાઈ સાથે રહેતી 32 વર્ષીય વિધવાને લગ્નની લાલચ આપી બાળપણનો…

Surat Crime News: સુરતમાં આવેલા મોટાવરાછા વિસ્તારમાં આવેલા ઉત્રાણ વિસ્તારમાં ત્રણ સંતાનો સાથે પોતાના મોટા ભાઈ સાથે રહેતી 32 વર્ષીય વિધવાને લગ્નની લાલચ આપી બાળપણનો મિત્ર એવો પૂર્વ હોમગાર્ડ બારડોલી નજીક ખેતરમાં હાઈ-વે ઉપર પોતાના મિત્રના ઘરે યુવતી સાથે દુષ્કર્મ આચરી ત્યાંથી ભાગી ગયો હતો. પુણા પોલીસે (Surat Crime News) વિધવાની ફરિયાદના આધારે ગુનો નોંધી બે બાળકોના પિતા એવા 35 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

બાળપણનો મિત્ર રસ્તામાં મળ્યો
મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્રની વતની અને સુરતમાં ઉત્રાણ ખાતે બે દીકરી અને એક દીકરા સાથે મોટાભાઈને ત્યાં રહેતી તેમજ હાલ માસીના ઘરે રહેતી 32 વષીય રીમાના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા. ત્રણ વર્ષ રીમાના પતિનું બીમારીને લીધે અવસાન થતા તે પોતાના બાળકો સાથે મોટાભાઈના ઘરે રહેવા આવી ગઈ હતી. તે ઘરેથી ખરીદી માટે જતી હતી ત્યારે બાળપણમાં ધો.2માં તેની સાથે ભણતા રાજેશ અમૃતભાઈ પટેલ સાથે ફરી મુલાકાત થઈ હતી.

હું તારી સાથે લગ્ન કરીશ
ત્યારપછી બંનેની ફેસબુક દ્રારા મિત્રતા વધતા એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરવામાં આવી હતી. વાતચીતમાં રાજેશે માહિતી મળી કે, રીમા વિધવા છે ત્યારે તેણે રીમાને હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું. દોઢ મહિના પહેલા 21 ફેબઆરીના રોજ રીમા તેની કુટુંબી બહેનના પતિનું અવસાન થતા તેને મળવા પુણા વિસ્તારમાં તેના ઘરે પણ ગઈ હતી ત્યારે રાજેશે રીમાને ફોન કરી પરવત પાટીયા બોલાવી હતી.

ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
રીમા ત્યાં જતા રાજેશ તેને પોતની બાઈક પર બારડોલી નજીક એક ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં તેને ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. બીજા દિવસે રાત્રે ફરી રાજેશ તેને બાઈક પર બેસાડી હાઈ-વે પર લઈ ગયો હતો અને રોડ પર જ દુષ્કર્મ આચર્યા પછી રાત્રે ચાર વાગ્યે અમરોલી ખાતે રહેતા મિત્રના ઘરે લઈ જઈ ત્યાં ફરી દુષ્કર્મ આચર્યુ હતું. સવારે આઠ વાગ્યે તે રીમાને ત્યાંથી કોસાડ ખાતે રહેતા મિત્રને ત્યાં મૂકી તે સાંજે ફરી ત્યા આવી ત્યારપછી ત્યાંથી ભાગી ગયો હતો.

પીડિતાએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ
અને બીજી તરફ રીમા બે દિવસથી ગાયબ હોવાથી તેના ભાઈએ તેના ગુમ થયાની જાણ પુણા પોલીસ સ્ટેશનમાં લખવી હતી. તે દરમિયાન રીમા રાજેશના મિત્રના ઘરેથી નવી સિવિલ હોસ્પિટલના સખી સેન્ટરમાં પહોંચી હતી અને ત્રણ દિવસ પછી તેને પોતાના ભાઈને ફોન કરી જાણ કરતા તે તેને ઘરે લઈ ગયા હતા. રીમાએ ગતરોજ ભાઈને જાણ કરતા ત્યારપછી તેઓ પુણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને રીમાએ ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસે પાલ AMC આવાસમાં રહેતા અને બે બાળકોના પિતા અને પૂર્વ હોમગાર્ડ 35 વષીય રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.