Chola Benefits: ચોળા ફોલેટ અથવા વિટામિન બી 9 થી સમૃદ્ધ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણો પેદાકરવા અને જાળવવામાં મદદ કરે છે. થાઇમીનથી સમૃદ્ધ હોવાથી, તે હૃદયની મહત્વની ક્રિયામાં પણ મદદ કરે છે. ચોળા બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદો કરે છે કારણ કે તે પોટેશિયમથી સમૃદ્ધ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હ્રદયના સ્વાસ્થ્યને(Chola Benefits) ટકાવી રાખે છે. ચોળામાં ફાઇબરનું પ્રમાણ વધુ છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. ચોળાના વિગતવાર ફાયદાઓ જુઓ.
વજન ઘટાડવવામાં મદદરૂપ
ચોળા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 38 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે.0થી 50ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, 51 થી 69ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી.આઇમાં થાય છે અને 70થી 100ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી.ચોળા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
ચોળામાં કેલેરીબુ પ્રમાણ પુષ્કળ
ચોળામાં વિટામીન એ પણ સારી એવી માત્રા માં હોય છે. ચોળા ખાવાથી ઘણા બધા રોગો થી બચી શકાય છે. ચોળા નું નિયમિત રીતે ડાયેટ માં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે. ચોળામાં રહેલા ફાઈબર અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે જ ચોળામાં કેલેરી ખુબ જ છી હોય છે માટે તેનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઇ શકે છે.
પેટ સબંધી સમસ્યાઓ દૂર થાય છે
ચોળામાં મેટાબોલાઈટસ ફ્લેવોનોઈડ હોય છે. આ તત્વ હૃદય સબંધી સમસ્યાઓનો ઇલાઝ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તેને વધવા પણ દેતું નથી. નિયમિત રીતે ચોળા નું સેવન કરવાથી હૃદય સબંધી બધી સમસ્યાઓ અને બ્લડ પ્રેશર ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ચોળામાં રહેલા પોષકતત્વો શરીર ના આતરિક અંગો ની સફાઈ કરવામાં મદદ કરે છે. અને તે સારી રીતે કામ કરી શકે તેમાં પણ મદદ કરે છે. તેમાં રહેલી ફાઈબરની માત્રા પેટ સબંધી સમસ્યાઓમાં અને કબજીયાત માં ફાયદો કરે છે.
ડાયાબીટીશમાં એક ઉત્તમ વિકલ્પ
ડાયાબીટીશના દર્દીઓ ,માટે ચોળા એક ઉત્તમ વિકલ્પ છે. ચોળામાં રહેલા ઔષધીય ગુણો બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે. ચોળામાં ભળી જાય તેવું ફાઈબર હોય છે જે શુગરને અને ગ્લુકોઝને કન્ટ્રોલ માં રાખી શકે છે. તમે લીલા ચોળા ની ભાજીનો પણ ખાવામાં ઉપયોગ કરી શકો છો.ચોળામાં મેગ્નેશિયમ ની માત્રા ખુબ જ પ્રમાણ માં હોય છે. સાથે સાથે તેમાં ટ્રીપટોફેન નામનું પણ તત્વ હોય છે જે આપણા મગજ ને ખુબ જ કાર્યક્ષમ બનાવે છે. જો તમને અનિદ્રાની પરેશાની છે તો રાતના ભોજન માં ચોળા ને સામેલ કરવા જોઈએ. તેમાં રહેલા ઔષધીય ગુણો તણાવગ્રસ્ત નસોને અરમ આપવામાં મદદ કરે છે.
દૈનિક આહારમાં ચોળાનું સેવન કરવાથી અગણિત ફાયદા થાય છે
એનીમિયા નો રોગ શરીર માં લોહીની ઉણપ ને કારણે થતી હોય છે. અથવા તો શરીરમાં આયરન ની ઉણપ ને કારણે થાય છે.ચોળામાં આયરન ની માત્રા ખુબ જ હોય છે. આયરન શરીર માં રેડ બ્લડ સેલ્સ ને વધારે છે માટે આપણા દૈનિક આહારમાં ચોળાનું સેવન કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.ચોળાનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે. 100 ગ્રામ ચોળામાં લગભગ 28% ફાઈબર હોય છે અને આના કારણે જ કબજીયાત અને પાચન સબંધી સમસ્યાઓમાં ચોળાનું સેવન કરવાનું કહેવામાં આવે છે. અપચો, ઝાડા, અને કબજીયાત ના ઉપચાર તરીકે તમે ચોળા નું સેવન કરવાથી રાહત મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App