સુરતમાં બાળકો અને વાલીઓ વચ્ચેનો જનરેશન ગેપ ઘટાડવા પ્રોફેશનલ ટ્રેનર દ્વારા યોજાયો ‘બોડી લેન્ગવેજ સાયન્સ સેમિનાર’

Red & White Institute: રેડ & વ્હાઇટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 3000થી વધુની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા, ગત રોજ સાંજે શહેરના સીમાડા વિસ્તારની યુરો સ્કૂલ ખાતે રેડ & વ્હાઇટ મલ્ટિમીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાળકો અને વાલીઓ વચ્ચેનો જનરેશન ગેપ ઘટાડવા બોડી લેન્ગવેજ પ્રોફેશનલ ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકરશ્રી શેતલ ગોંસાઇ થકી ‘બોડી લેન્ગવેજ સાયન્સ’ સેમિનાર નું આયીજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં 3000થી વધુની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહી બોડી લેન્ગવેજની(Red & White Institute) ટ્રેનિંગ, લાઈફ સ્કિલ & સોફ્ટ સ્કિલ મેન્ટોરના વિશેષ સેશનથી માહિતગાર થયા હતા. આ ઉપરાંત સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓનો પણ સન્માન કરવામાં આવ્યો હતો.

સોફ્ટ સ્કિલ તરીકે છેલ્લા 21 વર્ષનો અનુભવ, 32000થી વધુ કન્યાઓને બોડી લેન્ગવેજ સેમિનાર થકી ખોટા હાથે જતા અથવા અણબનાવના મુખમાં જતા ઉગાર્યા છે એવા શેતલ ગોંસાઇ દ્વારા ઉપસ્થિત તમામ વાલી અને વિદ્યાર્થીઓને સંયુક્ત રીતે વિવિધ ઉદાહરણો અને રિયલ ફેક્ટ્સ આપી જનરેશન ગેપ ના કારણો અને ઉપાયો બાબતે ચર્ચા કરી હતી. તેમજ બોડી સિગ્નલ્સના માધ્યમથી લાઈફ સ્કિલના તકનીકો બતાવ્યા હતા. આ ઉપરાંત મોટિવેશનલ સ્પીકરશ્રી મનીષ વઘાસીયા દ્વારા ‘સબંધોનો સેતુ’ આ વિષયના સત્ય ઘટનાઓનું વર્ણન કરતા ઉપસ્થિત તમામની આખોં ભીંજાઈ હતી.

આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકરશ્રી અશોક ગુજ્જર, રેડ & વ્હાઇટ સંસ્થાના ફાઉન્ડરશ્રી હિતેશભાઈ દેસાઈ અને હસમુખ રફાળિયા, યુરો સ્કૂલના આચાર્યશ્રીમતી રિતુબેન હુરિયા,વિવિધ સ્કૂલ અને ક્લાસિસના સંચાલકો, સંસ્થાના વિવિધ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.