Rajasthan accident: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે 9 લોકોના મોત થયા હતા. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પંચોલા ખાતે મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા લગ્નમાંથી(Rajasthan accident) પરત ફરતી વખતે વાનને અકસ્માત નડ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તેમજ સાત મૃતકો એક જ ગામના હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે મૃતક સાત મિત્રોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એકસાથે 7 અર્થી ઊઠતા ગામ હીબકે ચડ્યું હતું.તેમજ ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
અકસ્માતનો ભોગ બનેલા લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા
ઝાલાવાડ જિલ્લાના અકલેરા શહેરમાં લગ્ન પ્રસંગ હતો. જેમના લગ્ન પૂર્ણ કરીને શનિવારે મોડી રાત્રે 10 મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના NH-52 પર ખુરી પચોલા પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને વાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માતમાં વેનના ટુકડા થઈ ગયા
મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડના એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા જેઓ તેમના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં 7 લોકો એજ ગામના હોવાનું સામે આવ્યું હતું.ત્યારે આ સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી જતા લોકોની તેમજ પરિવારના સભ્યોની હાલત દયનિય બની છે.
મૃતકોમાંથી માત્ર બે પરિણીત હતા
અકસ્માતમાં માર્યા ગયેલા નવ યુવકો પૈકી માત્ર હેમરાજ અને રવિ પરિણીત હતા. બાકીના બધા અપરિણીત હતા. મૃતકોમાં અશોક કુમાર બાગરી, રોહિત બાગરી, હેમરાજ બાગરી, સોનુ બાગરી, દીપક બાગરી, રવિશંકર બાગરી, રોહિત બાગરી અકલેરાના રહેવાસી છે. આ સિવાય સરોલા કલાન નિવાસી ભેરુલાલ બાગરીનો પુત્ર રાહુલ (20), હરનાવાડા શાહજી નિવાસી પ્રેમચંદનો પુત્ર રામકૃષ્ણ (20) ઉર્ફે રાજુનું નામ પણ મૃતકોમાં સામેલ છે.
અકસ્માતમાં ઘાયલ અકલેરા નિવાસી મોહન લાલનો પુત્ર મનીષ (18) જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાય રહ્યો છે.અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોની ઓળખ પણ ભાગ્યે જ થઈ શકી. આ દરમિયાન ટ્રોલી ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.ત્યારે એક સાથે સાત લાશ જોઈને ગામના લોકો ચોકી ગયા હતા અને રડી રડીને તેમના પરિવારની ખરાબ હાલત થઇ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App