સુરતમાં ડ્રગ્સનો સિલસિલો યથાવત: 2.60 ગ્રામ ડ્રગ્સ અને નશાયુકત સીરપની બોટલો સાથે 2 આરોપીઓની ધરપકડ

Surat Crime News: સુરતમાં ડ્રગ્સ પકડવાનો ઘટના યથાવત ચાલી રહી છે. તેમાં જ હવે શહેરમાં 2.60 ગ્રામ MD ડ્રગ્સની નશાયુકત સીરપની બોટલ સાથે બે આરોપીને પકડવામાં આવ્યા છે. સલાબતપુરા પોલીસ ટીમે રૂસ્તમપુરા અકબર સહીદના ટેકરા સ્થિત શેરઅલી બાવાની દરગાહ પાસે એક ઘરમાં (Surat Crime News) દરોડા પાડ્યા હતા. 26 હજારની કિમતનું 2.60 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ, નશાયુકત conex.T સીરપની નાની મોટી કુલ 122 નંગ બોટલ, 1 મોબાઇલ તેમજ રોકડા રૂપિયા 3,400 મળી આવ્યા હતા. આ બનાવમાં 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસના સફળ દરોડા
DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું છે કે, સલાબતપુરા અકબર સહીદના ટેકરા પાસે 28 વર્ષીય મોહમદ કામિલ સુલેમાન શેખ અને 20 વર્ષીય રીઝવાન ઇકબાલ શેખ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. તેવી માહિતી મળી હતી તે માહિતીના આધારે પોલીસ ત્યાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.60 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તે ઉપરાંત કોઈ પણ જાતના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરવા પર પ્રતિબંધ હોય છે. તેવી સીરપની 122 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે MD ડ્રગ્સ, સીરપ અને રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપી પોતે બંધાણી હતા
આ બનાવમાં બીજા 3 લોકો પણ સામેલ છે. જેને પકડવાના બાકી છે. જેમાં એકનું નામ શાહિદ, વિક્કી શાંતારામ ભાવે અને સોહિલ ઈસ્માઈલ ખંજર છે. જેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે આરોપી પકડાયા છે તે બંને આરોપીઓ અગાઉ સલાબતપુરા અને રેલ્વે પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયેલા હતા.

આરોપીઓ ડ્રગ્સનું સેવન અને વેચાણ પણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડા પડ્યા હતા. પ્રાથમિક માહિતી જે પોલીસને મળી હતી તે મુજબ જે ડ્રગ્સ હતું. તે વેચાણ કરવા માટે તેઓએ રાખ્યું હતું અને સીરપની બોટલો કે જે લોકો નશા તરીકે ઉપયોગ કરે છે. તેઓને વેચાણ કરવા માટે એક સાથે જથ્થો મૂકી રાખ્યો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સના બંધાણી છે અને પોતે સેવન કરતા હતા અને વેચતા પણ કરી રહ્યા હતા.