રાજ શેખાવતની પાઘડી વિવાદ સંકેલાઈ જવા પાછળ થયો મોટો ઘટસ્ફોટ- વાંચો વિગતવાર

ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે (raj shekhawat) મંગળવારે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે…

ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે (raj shekhawat) મંગળવારે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે, અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને રાજ શેખાવતને જબરજસ્તી પકડીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ શેખાવતની પાઘડી (raj shekhawat pagdi controversy) નીકળી જતા તેઓ લાલઘૂમ થઈ ગયા હતા.જે બાદ આજે સામે આવ્યું કે જે પોલીસકર્મીથી આ પાઘડી નીકળી છે તે રાજપૂત સમાજના હોવાથી રાજશેખાવતના ગુસ્સા પર ઠંડુ પાણી રેડાયું હતું.

કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરાઇ હતી.પોલીસ સાથે ઝપાઝપી થતાં શેખાવતની પાઘડી ઉછળી હતી. આ પાઘડી ઉછાળવાનો મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચગ્યો હતો.પાઘડી ઉછાળનાર પોલીને સસ્પેન્ડ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી.પરંતુ આજે એકાએક સામે આવ્યું હતું કે,આ વિવાદ હવે અહીંયા જ પૂરો થયો છે.કારણે આ પાઘડી ઉછાળનાર પોલીસકર્મી રાજપૂત સમાજમાંથી હોવાથી પાઘડી વિવાદ પર હવે અહીંયા જ અટકાવી દેવામાં ની અપીલ રાજપૂત યુવાનો દ્વારા થઈ રહી હોય તેવા મેસેજ સામે આવ્યા છે. આ સ્ક્રીનશોટની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ કરતુ નથી.

આ વચ્ચે એવી લોકચર્ચા થઇ રહી છે,કે અત્યાર સુધી આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ચગાવવામાં આવ્યો હતો.પરંતુ પોલીસકર્મી રાજપૂત હોવાનું સામે આવતા આ મુદ્દાને દબાવી દેવામાં આવ્યો છે.તો શું રાજ શેખાવત ગુજરાતમાં જાતિવાદ કરી રહ્યા છે?,આ પોલીસકર્મી રાજપૂત સમાજમાંથી ન હોત અને અન્ય સમાજના હોત તો શું આ વિવાદને અટકાવી દેવામાં આવતે? આ બધા પરથી એવું સાબિત થાય છે કે ખાલી રૂપાલાના નામે ગુજરાતમાં જાતિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે.કારણકે ગઈકાલ સુધી જે શેખાવતની પાઘડી સન્માન-ઇજ્જત હતી.તે પાઘડી માટે તેણે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી.તે વિવાદમાં પોલીસકર્મી રાજપૂત હોવાનું સામે આવતા તે પાઘડીનું સન્માન અને ઇજ્જત ક્યાં ગઈ?…

ઉલ્લેખનીય છે કે પોલીસ અને રાજ શેખાવત વચ્ચેની ધક્કામુક્કીમાં રાજ શેખાવતની પાઘડી ઉતરી ગઈ હતી. આ મામલે પદ્મિનીબાવાળાએ જણાવ્યું કે પાઘડી એ ક્ષત્રિયોની આન બાન અને શાન છે. તેને અડતાં નહિ. અને કંઈ દુશ્મનો કે ગુંડા નથી કે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે હવે આ મામલે નિવેદન આપનારા પદ્મિનીબાએ પણ જાણે કે આ પોલીસ રાજપૂતમાંથી હોવાથી તેને મોટું દિલ રાખીને માફ કરી દીધા હોવાનું લાગી રહ્યું છે પણ અહીંયા સવાલ એ પણ થઈ છે જો આ પોલીસકર્મી અન્ય જ્ઞાતિમાંથી હોત તો પદ્મિનીબા તેને માફ કરી શક્યા હોત?…