સુરત, વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર: રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી અને બઢતી; જુઓ યાદી

Transfer of IPS officers: લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર ગુજરાતમાંથી સામે આવ્યા છે.ત્યારે મળતી વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ…

Transfer of IPS officers: લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર ગુજરાતમાંથી સામે આવ્યા છે.ત્યારે મળતી વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ તરફ જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે.તેમજ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા છે.હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અને ગુજરાત પોલીસ(Transfer of IPS officers) હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

જુઓ તમામનું લિસ્ટ
રાજ્યના IPS અધિકારીઓની અંતે બદલી અને પ્રમોશન આદેશ આપ્યો છે. ગૃહ વિભાગે 35 IPS અધિકારીઓને પ્રમોશન આપ્યું છે.

  • મનોજ અગ્રવાલને પ્રમોશન સાથે હોમગાર્ડ ADG તરીકે બઢતી
  • જેલ આઈજી કે.એલ એન રાવને મળ્યુ પ્રમોશન
  • અમદાવાદ સીપી જી.એસ મલિકને મળ્યુ પ્રમોશન
  • નરસિંમ્હા કોમારને વડોદરા સીપી તરીકે બદલી
  • અનુપમસિંહ ગેહલોતની સુરત સીપી તરીકે બદલી
  • અમદાવાદ સેક્ટર 2 JCP બ્રજેશ કુમાર ઝાને પ્રમોશન
  • સુરત સેક્ટર 1 JCP વબાંગ જામીરને મળ્યુ પ્રમોશન
  • અમદાવાદના જેસીપી અજયકુમાર ચૌધરીને પ્રમોશન
  • ગાંધીનગર કરાઈ એકેડમીના વડા અભય ચુડાસમાને અપાયુ પ્રમોશન
  • ગાંધીનગર CID ક્રાઈમનાં આઈજી એસ.જી ત્રિવેદીને પ્રમોશન
  • જે.આર મોથલીયાને અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી
  • પ્રેમવિર સિંધને સુરત રેન્જ આઈજી તરીકે બદલી
  • જુનાગઢ રેન્જ આઈજી નીલેશ ઝધડિયાને અપાયુ પ્રમોશન
  • ACB ના જોઈન્ટ ડાયરેક્ટર બીપીન અહિરેને અપાયુ પ્રમોશન
  • શરદ સિંઘલને અપાયુ પ્રમોશન
  • ચિરાગ કોરડિયાને ભુજ બોર્ડર રેન્જ આઈજી તરીકે બદલી
  • વડોદરા ક્રાઈમ એન્ડ ટ્રાફિક એડી.સીપી પી.એલ મલને અપાયુ પ્રમોશન
  • અમદાવાદ ટ્રાફિક JCP એન.એન ચૌધરીને મળ્યુ પ્રમોશન
  • જેલ ડીઆઈજી એ.જી ચૌહાણને આઈજી તરીકેનું પ્રમોશન
  • પંચમહાલ રેન્જ આઈજી આર.વી અસારીને અપાયુ પ્રમોશન
  • સુરત સેક્ટર 2 JCP કે.એન ડામોરને અપાયુ પ્રમોશન
  • રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને DIG તરીકે પ્રમોશન
  • વડોદરા ઝોન 3 DCP લીના પાટીલને અપાયુ પ્રમોશન
  • અમદાવાદ જેલ એસપી શ્વેતા શ્રીમાળીને મળ્યુ પ્રમોશન
  • SMCના એસપી નિર્લીપ્ત રાયને ડીઆઈજી તરીકે પ્રમોશન
  • ગાંધીનગર લૉ એન્ડ ઓર્ડર એસપી દિપક મેઘાનીની અપાયુ પ્રમોશન
  • કચ્છ ભુજ એસપી મહેન્દ્ર બગડિયાને ડીઆજી તરીકે પ્રમોશન
  • ATS SP સુનિલ જોશીને ડીઆઈજી તરીકે પ્રમોશન
  • અમદાવાદ ઝોન 7 DCP તરુણ દુગ્ગલની મહેસાણા એસપી તરીકે બદલી
  • અમદાવાદ ગ્રામ્ય SP તરીકે ATS ના SP ઓમ પ્રકાશ જાટને મુકાયા
  • રાજકોટ જેલ એસપી શિવમ વર્માને અમદાવાદ ઝોન 7 DCP તરીકે બદલી
  • DGP ઓફિસના સ્ટાફ ઓફિસર જી.જી જસાણીની આણંદ એસપી તરીકે બદલી
  • ઈમ્તિયાઝ શેખની છોટા ઉદેપુર એસપી તરીકે બદલી