હૈદરાબાદની નજીક સાઇબરાબાદ ટૉલ પ્લાઝાથી થોડે જ અંતરે દૂર એક મહિલાની અડધી સળગેલી લાશ મળી આવી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી, બાદમાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવીને ફ્લાઇઓવરની નીચે ફેંદી દીધી હતી. ઘટનામાં સામેલ ચારેય આરોપીઓની ઓળખ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ હતી.જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
આંધ્ર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે દિશા બિલ પાસ કરી દીધું છે. આ સાથે જ આંધ્ર પ્રદેશ દુષ્કર્મ કેસમાં મૃત્યુની સજાની જોગવાઈ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેમની હત્યા કર્યા બાદ શબને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે આ નવા બિલને ‘આંધ્ર પ્રદેશ દિશા બિલ 2019’ નામ આપીને મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
આ બિલમાં દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસની ટ્રાયલ ઝડપી બનાવી, 21 દિવસની અંદર ચુકાદો અને મૃત્યુની સજાની જોગવાઈ છે. વર્તમાન કાયદો આ મામલે કેસ ચલાવવા ચાર મહીનાનો સમય આપે છે. આ સાથે જ અન્ય એક કાયદાને પણ મંજૂરી આપવામાં આવી છે જેમાં મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ અત્યાચાર મામલે કેસ ચલાવવા વિશેષ કોર્ટની રચના કરવાની જોગવાઈ છે.
નવા કાયદામાં રેકોર્ડ સમયથી સાત કાર્યકારી દિવસની અંદર જાતીય ગુનાને લગતા કેસની તપાસ કરવાનો અને ચાર્જશીટ દાખલ થયાની તારીખના 14 કાર્યકારી દિવસની અંદર સુનાવણી પૂરી કરવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત નવા કાયદા પ્રમાણે સજા વિરૂદ્ધની અરજીનો છ મહીનાની અંદર નિકાલ કરવાનો રહેશે. મહિલાઓની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલો આ કાયદો આરોપીઓને ઝડપી સજા અપાવવાનો રસ્તો સાફ કરે છે અને તેના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.