યુવતી પર થતી દુષ્કર્મની ઘટના તો સમજયા પરંતુ આ જગ્યાએ 12 વર્ષનો બાળક બન્યો હવસનો શિકાર

સમગ્ર દેશમાં રેપની ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી રેપની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. દેશમાં હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવા તો દિવસ. મોટાભાગની ઘટનાઓમાં સગીર યુવતી ઉપર નરાધમો રેપની ઘટનાને અંજામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સળગાવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી મોરબીમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

આપણા સમાજમાં કેવા કેવા હવસખોર હેવાનો રખડે છે જે કુમળા માસૂમ ફુલને પણ પીખી નાખતા ખચકાતા નથી અને માત્ર આપણા ગુજરાતમાં નહિ પરંતુ સમગ્ર દેશમાં આવા હવસખોરો દ્વારા થતા કૃતઘ્ન અપરાધોની ઘટના વારે તહેવારે સામે આવતી હોય છે. અને આપણે આવા હવસખોરો ને કડક સજા મળે તેના માટે આપણાથી બનતી કોશિશ પણ કર્યે છીએ અને હૈદરાબાદની ઘટના આનું શ્રેષ્ઠ પરિણામ છે.

યુવતીઓ ઉપર થતી દરીન્દગીની ઘટના જેટલી સામે આવે છે તેટલા જ પ્રમાણમાં કુમળા માસુમ કીશોરની સાથે હેવાનિયતની ઘટના સામે આવે છે. પરંતુ આવી ઘટનાઓ ક્યારેય જોઈએ તેટલી ચર્ચાનો વિષય નથી બનતી. આની પાછળનું એક કારણ આપણો પુરુષપ્રધાન સમાજ છે. જ્યારે હવસખોરો દ્વારા કુમળા યુવાનને જ્યારે શિકાર બનાવવામાં આવે છે ત્યારે જે તે બાળકની સાથે માત્ર શારીરિક દરીન્દગી નથી કરતો પરંતુ તેને માનસિક રીતે પણ ભાંગી નાખે છે. આમ છતાં આવા ગંભીર પ્રકારના ગુનાઓ છુપાવવા માટે ભારે મથામણ થતી હોય છે.અને તેમાંય જો ગુનો આચરનાર કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હોય તો પછી વાત જ ના પૂછો. આવી જ એક ઘટના આજે અમે આપની સમક્ષ લાવી રહ્યા છીએ.

હસતા રમતા આ બાળક ની જીંદગી જ બદલાઈ ગઈ

કોઇ સંપ્રદાયને બદનામ કરવાનો ઇરાદો નથી માટે મોરબીના જ એક સ્વામિનારાયણ મંદિરમાં ઘટેલી આ ઘટનામાં કોઈ સ્થળ કે સ્વામીના નામનો ઉલ્લેખ કર્યા વગર સમગ્ર હકીકત અહીં રજૂ કરીએ છીએ. મોરબીના એક સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી ભક્તિના રંગે રંગાઇ ગયેલ એક સાવ સામાન્ય પરિવારનો માત્ર ૧૨-૧૩ વર્ષનો બાળક દરરોજ સ્કૂલ ટાઈમ ને બાદ કરતા સ્વામિનારાયણ મંદિરે સેવા આપવા જતો હતો. મંદિરે સેવા આપવી તે તેનો નિત્યક્રમ હતો અને માત્ર સાચા મનથી તેના ગુરુદેવ અને સંતોની તેમજ મંદિરે આવતા ભક્તોની આ બાળક થી થતી સેવા કરતો હતો. જોકે એક દિવસે તેની સાથે ઘટેલી ઘટનાને કારણે આજે હસતા રમતા આ બાળક ની જીંદગી જ બદલાઈ ગઈ છે.

12 વર્ષનો બાળક બન્યો હવસનો શિકાર:

કુમળા ૧૨-૧૩ વર્ષના બાળકને તેનાથી માત્ર ૬-૭ વર્ષ મોટા સ્વામીએ કોઈ કામના બહાને એક રૂમમાં બોલાવ્યો અને બાદમાં તેની સાથે અઘટિત કર્યું. જે કુમળા બાળકના મનને હચમચાવી ગયું. પોતાની સાથે શું થયું તે ભારત કંઇ સમજે વિચારે કે, પોતાના માતા-પિતાને કશું કહે તેના પહેલા જ આ ઘટનાક્રમ ૨-૩ વાર થયો. કુમળા માનસને પોતાની હવસનો ભોગ બનાવી બાળકના મગજને ભયભીત કરી દીધું અને કોઈને કહીશ તો પરિવારનો જીવ જોખમમાં મુકાશે તેવી ધમકી પણ આપી દીધી.

જો કે, શરીરેથી હટ્ટોકટ્ટો પુત્ર દિવસે દિવસે કોઈ પણ કારણ વગર સુકાતો જતો હતો એ જોઈને પિતાને કંઈક અઘટીત ઘટના ઘટી હોવાનો વહેમ જતા ઘણુ પૂછવા પછી સમગ્ર ઘટના પુત્રએ કહી સંભળાવતા પિતાના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. અને સમગ્ર ઘટનાની જે તે સ્વામિનારાયણ મંદિરના સંતો ને વાકેફ કરાતા સંતો લાજવાને બદલે ગાજયા હતા અને રૂબરૂ તેમજ ફોન ઉપર ધમકાવવાનુ શરૂ કર્યું હતું. જોકે બાદમાં આ ઘટનામાં અમુક કહેવાતા આગેવાનો ઝુકાવતા સ્વામી જેને હવસનો ખેલ ખેલ્યો હતો તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી.

પરંતુ શું આવી જઘન્ય ઘટનાઓ માત્ર માફીને લાયક છે? સ્વામિનારાયણ સંતની ચુંગલમાંથી બાળકને છોડાવી તેને ભણવા માટે અન્ય મોકલી દેવામાં આવ્યો હતો. આમ છતાં બાળક ના મગજ માંથી આ ઘુણાસ્પદ ઘટના ના હટતા તેને આત્મહત્યા જેવી હરકતો કરતા જે સ્થળે ભણવા બેસાડ્યો હતો તેના સંચાલકોએ તેના પિતા નો સંપર્ક કરી ઘરે પરત લઈ જવા જણાવ્યું હતું અને બાળક જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઘરે રાખવા જણાવ્યું હતું.

હવસખોર સંતે  ૪ થી ૫ બાળકો સાથે આવું કર્યું હોવાની ચર્ચા:

આ માત્ર એક બાળક પુરતી જ વાત નથી. આ હવસખોર સંતે  ૪ થી ૫ બાળકો સાથે આવું કર્યું હોવાની ચર્ચા છે. આમ છતાં આવી ગંભીર પ્રકારની ધટનાની પોલીસ ફરિયાદ ના બદલે માત્ર આ હવસખોરને મંદિરમાંથી રજા આપી દેવામાં આવશે. મતલબ કે કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર આ સાંઢને ખુલ્લો મુકી દેવામાં આવશે એ પણ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની ઈજ્જત આબરૂ બચાવવા. આ હેવાન કેટલી હદનો નીચ છે તે અહીં રજુ કરેલ ઓડિયો થકી આપ સમજી શકશો.

17-18 વર્ષનો યુવક સગીર વયની ઉંમરે સંત થઈ ગયો છે.

અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે જે સંત દ્વારા આ અધટીત કૃત્ય કરવામાં આવ્યું છે તે પણ હજુ માંડ ૧૭-૧૮ વર્ષનો છે અને તે પણ સગીર વયની ઉંમરે સંત થઈ ગયો છે અને તેની સંત થવા પાછળની કહાની પણ રોચક છે. મતલબ કે, માત્ર આ જ નહીં મોટાભાગના કહેવાતા સંતો દ્વારા આવા જધન્ય કૃત્ય કરવામાં આવે છે. માટે જો આ સંતને માત્ર માફી આપીને ખુલ્લા સાંઢ ની જેમ સમાજમાં ખુલ્લો મૂકી દેવામાં આવશે તો પોતાની ઇજ્જત બચાવવા નીકળેલ સ્વામિનારાયણ સંપ્રદાયને છોડવામાં નહીં આવે એવું ચર્ચાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *