સવારે પતિએ મેટ્રો આગળ કૂદી જીવ આપ્યો, સાંજે પત્નીએ દીકરી સાથે લગાવી લીધી ફાંસી

Husband jumps dead in front of metro in morning, wife hangs with daughter in evening

Published on: 10:42 am, Sat, 14 December 19

દેશની રાજધાનીમાં એક આખા પરિવારે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે.પહેલાં પતિએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેશન પર મેટ્રો ટ્રેન આગળ કુદી પોતાનો જીવ આપ્યો.સાંજે પત્નીએ પણ પોતાની પાંચ વર્ષની માસૂમ દીકરી સાથે ફાંસી આપી બંને એ આત્મહત્યા કરી લીધી.

sucide » Trishul News Gujarati Breaking News

તસ્વીરો પ્રતીકાત્મક છે.

ઘટનાની જાણકારી મળતા પોલીસે લાશને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતક પરિવાર મૂળ રૂપે તમિલનાડુના ચેન્નાઈ નો રહેવાસી હતો. મૃતક પતિ ૩૩ વર્ષીય ભરત જે. ગોલ્ડન ટિપ્સ ચા કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતો હતો.

મળતી જાણકારી અનુસાર ભરત સપ્ટેમ્બર મહિનામાં પોતાની પત્ની અને બાળકી સાથે નેપાળના કાઠમંડુથી અહીંયા આવ્યો હતો. તે ગોલ્ડન ટિપ્સ ચા કંપની પહેલા નેપાળમાં બિગ માટૅ શોપિંગ મોલ માં નોકરી કરતો હતો. ભરતની પત્ની શિવરંજની ગૃહિણી હતી અને દીકરી કેજી માં ભણતી હતી.ભરત જે નો ભાઈ કાર્તિક જે નવી દિલ્હીમાં કોઇ કોચીંગ સેન્ટરમાં થી પાયલોટ કોર્ષની તૈયારી કરી રહ્યો હતો.

download 1 5 » Trishul News Gujarati Breaking News

ભરતે શુક્રવારે જવાહરલાલ નેહરુ મેટ્રો સ્ટેશન ઉપર શુક્રવારની સવારે લગભગ સાડા અગિયાર મેટ્રો ટ્રેન સામે કૂદી આત્મહત્યા કરી હતી.ઘટનાની ખબર મળતાં જ પત્ની,દિયર અને દીકરી સાથે રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી. પતિ ના મોતના આઘાતમાં પત્નીએ હોસ્પિટલ થી આવ્યા બાદ દીકરી સાથે ફાંસીના ફંદે જુલી આત્મહત્યા કરી લીધી. પત્નીની આત્મહત્યા કરવાની ઘટના લગભગ સાંજે ૭:૩૦ વાગ્યાની જણાવાય રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.