આ ઘરગથ્થુ ઉપાય ડેન્ગ્યુ માટે છે રામબાણ ઈલાજ; ફટાફટ વધવા લાગશે પ્લેટલેટ્સ

Dengue Patients: ચોમાસાની શરૂવાત થતાની સાથે જ બીમારીઓ પણ વધવા લાગે છે. ચોમાસાની ઋતુમાં આપણી આસપાસ મચ્છરોની સંખ્યા(Dengue Patients) પણ વધી જાય છે. ડોક્ટર પણ પાણીજન્ય રોગોથી બચવાની સલાહ આપે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ડેન્ગ્યુ એક વાયરલ તાવ છે. જે મચ્છર કરડવાથી લોકોમાં ફેલાય છે. તો ચાલો જાણીએ ઘરેલું ઉપચાર કરી આપણે કેવી રીતે રોગોથી બચી શકાય.

પપૈયાના પાન
પપૈયાના પાનમાં એક ખૂબ જ ખાસ ઔષધિય ગુણ હોય છે. પપૈયાના પાનનો રસ પ્લેટલેટ્સ વધારવા માટે રામબાણ છે. 2009માં મલેશિયામાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે પપૈયાના પાન ડેન્ગ્યુ તાવ માટે ઉત્તમ દવા છે. તમારે દરરોજ 10-20 મિલી પપૈયાનો રસ પીવો જોઈએ.જે ડેન્ગ્યુના દર્દીઓના ઘટતા પ્લેટલેટની સંખ્યાને ઝડપથી વધારે છે. દર્દીને તેના પાનનો રસ આપવો જોઈએ.

સૂકી દ્રાક્ષ
આ ઉપરાંત એક મુઠ્ઠી ભરીને સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાડી રાખો. સવારે આ દ્રાક્ષ ડેન્ગ્યુના દર્દીને આપો. જેનાથી દર્દીને રાહત મળશે.

વિટામિન સી
ડેન્ગ્યુના દર્દીઓને આ બીમારીમાં દર્દીઓને વિટામિન-સી વધારે હોય તેના ફૂડ્સ ખાવા જોઈએ. વિટામિન સી દર્દીના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યાને વધારવામાં મદદ કરે છે.