તળાજા હાઈવે પર ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ST બસને નડ્યો અકસ્માત, 1નું મોત; પાંચ મુસાફરો ઘાયલ

Thalaja Highway Accident: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધી રહી છે. ત્યારે આજે વડોદરાથી દીવ જઇ રહેલી એસટી બસને તળાજા હાઇવે પર ત્રાપજ બંગલા નજીક અકસ્માત(Thalaja Highway Accident) નડ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું જ્યારે 5 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે. ત્યારે સામે આવતી વિગતો મુજબ ગુજરાત એસટીની આ બસ વડોદરાથી દિવ જઈ રહી હતી.

બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગરના તળાજામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ બંગલા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો છે. ગુજરાત એસટીની આ બસ વડોદરાથી દિવ જઈ રહી હતી.

બસના ડ્રાયવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. એસટીમાં સવાર પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર એસટી બસ રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ડ્રાઈવરની બાજુની સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ ગંભીર અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર અને તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

લોકોના જીવ તાળવે ચોંટ્યા
અકસ્માતમાં ઘાયલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર તેમજ તળાજા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને વધુ તપસ હાથ ધરી હતી.તેમજ આ અકસ્માતના કારણે થોડીવાર તો અફરાતફરી સર્જાઈ હતી. લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.