રુપાણીના રાજમાં ગુજરાત માથે આટલા લાખ કરોડનું દેવું વધ્યું

ગુજરાત ઉપરનું કુલ દેવું રૂ.2.40 લાખ કરોડને પર પહોંચી ગયું છે. સરકારે બજાર, નાણાકીય સંસ્થા, કેન્દ્ર સરકાર તેમજ એનએસએફ પાસેથી લોન લીધી છે. 2017-18માં 17 હજાર કરોડ, 2018-19માં રૂ.18 હજાર કરોડ મળીને કુલ 35 હજાર કરોડ વ્યાજ થવા જાય છે.

વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાત સરકારને પેટ્રોલ પરના વેરા પેટે ૩૫૬૯.૯૫ કરોડ અને સેસ પેટે ૬૫૨.૮૫ કરોડની આવક થઇ હતી તેમજ ડીઝલમાં વેરા પેટે ૭૬૫૯.૨૪ કરોડ અને સેસ પેટે ૧૪૫૩.૧૩ કરોડની આવક થઇ હતી.

૨૦૧૮-૧૯માં પેટ્રોલમાં વેરા પેટે ૩૭૮૧.૯૪ કરોડ અને સેસ પેટે ૭૫૩.૩૩ કરોડની આ‌વક થઇ હતી તેમજ ડીઝલમાં વેરા પેટે ૮૩૨૪.૯૬ કરોડ અને ૧૭૨૭.૯૯ કરોડની આવક થઇ હતી.

૨૦૧૯માં એપ્રિલથી ઓક્ટોબર સુધી પેટ્રોલમાં ૨૦૬૨.૮૬ કરોડ અને સેસ પેટે ૪૪૫.૮૨ કરોડ ડીઝલમાં વેરા પેટે ૪૩૨૮.૬૧ કરોડ અને સેસ પેટે રૂ. ૯૬૭.૨૩ કરોડની આવક થઇ હતી.

પેટ્રોલ અને ડીઝલ ઉપર વેરા અને સેસ પેટે બે વર્ષમાં રૂ.35729 કરોડની જંગી આવક થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *