સુરત પોલીસે રસ્તા પર દારૂ પાથરીને ફેરવી નાખ્યું બુલડોઝર- દારૂની કીમત જાણીને ચોંકી જશો

ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જેના કારણે બિનકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ ઘણી વખત ઝડપાઇ જાય છે. પોલીસ આ દારૂ એકત્ર કરે છે અને…

ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી છે. જેના કારણે બિનકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ ઘણી વખત ઝડપાઇ જાય છે. પોલીસ આ દારૂ એકત્ર કરે છે અને જ્યારે આ દારૂનો સ્ટોક થઇ જાય ત્યારે તેનો એકસાથે નાશ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કામગીરી સમયાંતરે કરવામાં આવતી રહે છે. સુરત શહેરમાં આજે પકડાયેલા 78 લાખથી પણ વધારે કિંમતના દારૂનો નિયમાનુસાર નાશ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ પણ કરોડો નો દારૂ નાશ કરાયો હતો.

આ વખતે મહિધરપુરા, પુણા, લાલગેટ, કતારગામ પોલીસ મથક દ્વારા પકડવામાં આવેલ દારૂ નો નાશ કરાયો હતો. આજે સુરત શહેરમાં ના ચાર પોલીસ સ્ટેશનનો 78 લાખ નો દેશી બનાવટ નો વિદેશી દારૂ એકસાથે રોડ પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કામગીરી સુરત ના સાયણ રોડ ખાતે કરવામાં આવી હતી.

આ અગાઉ ૬ જુનના રોજ સુરત શહેરના ઝોન 1માં આવેલા છ પોલીસ સ્ટેશન વરાછા, સરથાણા,કાપોદ્રા, લિંબાયત, ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 2018થી 2020 સુધીમાં કુલ 1123 ગુનાઓ નોંધી કુલ 1 કરોડ 6 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂનો આ જથ્થો ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *