ઓઢવ પોલીસે જાણીતા લોકગાયક વિજય સુવાળાની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

Vijay Suvada Case: ગુજરાતના જાણીતા લોક ગાયક કલાકાર વિજય સુવાળા અને તેના ભાઈની ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે.ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા સહિતના ટોળા વિરોધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં(Vijay Suvada Case) ફરિયાદ નોંધાય હતી. ગાયક વિજય સુવાળા સહિત 30 થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને બીજેપીમાં સક્રિય એવા દિનેશ રબારી ની ઓફિસે હથિયાર સાથે જઈને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં જાણીતા લોકગાયક વિજય સુવાળા અને તેમના ભાઈ અને તેમના મિત્ર વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેતા અને જમીન લે વેચનું ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફ યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિકી, સુરેશ દેસાઈ મહેશ દેસાઈ, જયેશ દેસાઈ, દિલીપ ઠાકોર, હિરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ,  ભાથીભા સહિત 40 થી વધુ લોકો વિરોધ વિરોધ વિરુદ્ધ વિરુદ્ધ ધમકી તેમજ હુમલા ની કોશિશ કરવાની ફરિયાદ કરી હતી.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા દિનેશ દેસાઈ રાજકીય આગેવાન છે અને રાજકીય કિન્નાખોરી રાખીને આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે વિજય સુવાળાએ ફરિયાદને ખોટી ગણાવી પોતાનો બચાવો પણ કર્યો હતો. ત્યારે દિનેશ દેસાઈ સમાજની યુવતીઓની મશ્કરી કરતા હોવાનું અનેક ફરિયાદ કરતા તેમણે ઠપકો આપ્યો હતો જેથી ખોટી પ્રસિદ્ધિ મેળવવા અને બદનામ કરવા આ ફરિયાદ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓઢવમાં એસ્ટેટ બ્રોકરનું કામ કરતા દિનેશ દેસાઈ અને વિજય સુવાળા પહેલાથી જ મિત્રો હતા.જ્યારે સાત વર્ષે બંનેની મુલાકાત થઈ હતી ત્યારે વિજય સુવાળા સ્ટેજ પર શો કરતા હતા અને અવારનવાર દિનેશ દેસાઈ સાથે મળતા હતા. એસ્ટેટ દેસાઈ મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામના રહેવાસી છે. વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઈ વચ્ચે કોઈ કારણોસર અનબન થઈ હતી. જેના કારણે તેઓએ સંબંધો તોડી નાખ્યા હતા.

પહેલી જુલાઈના રોજ દિનેશ દેસાઈની વિજય સુવાળા દ્વારા ફોન કરી ધમકીઓ આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.જ્યારે દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે વિજય સુવાડા પોલીસ મથકે હાજર થતા ઓઢવ પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.