સુરતમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ નામના તરૂણની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા જૈમિશનું સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જૈમિશ એક છોકરી સાથે વાતચીત કરતો હોવાના રોષમાં છોકરીના પિતરાઈ ભાઈ જીગ્નેશ અને તેના સાથીઓએ જૈમિશની હત્યા કરી હોવાની આશંકા કરવામાં આવી રહી છે. અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી જીગ્નેશની ધરપકડ કરી છે.સીસીટીવીમાં તરૂણને રોડ પર દોડાવી-દોડાવી ચપ્પુના 18 જેટલા ઘા માર્યા હોવાનું કેદ થયું છે.
ફોન કરી ઘરની નીચે બોલાવી કરી હત્યા
મળતી માહિતી પ્રમાણે, મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં જૈમિશ કિશોર પટેલ પરિવાર સાથે રહેતો હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં જીગ્નેશ અને તેના ત્રણથી ચાર સાથી મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિશને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિશ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો જૈમિશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં જૈમિશનું સારવાર દરમિયાન સવારમાં મોત નીપજ્યું હતું. જેથી અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી જીગ્નેશની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાતચીતને લઈને ચાલતા ઝઘડામાં જૈમિનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા રહેલી છે.
સીસીટીવી કેમેરામાં હત્યા કેદ
મૃતક જૈમિશને ફોન કરી ઘરની નીચે બોલાવ્યા બાદ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર પૈકી એક યુવકે ચપ્પુના ઘા મારવાની શરૂઆત કરતા જ જૈમિશ ભાગ્યો હતો. જોકે, બે જેટલા ચપ્પુના ઘાના કારણ તે લથડીયા ખાતો રોડ પર દોડી રહ્યો હતો અને પાછળ એક હુમલાખોર ચપ્પુના ઘા મારી રહ્યો હતો. સીસીટીવી પ્રમાણે જૈમિશને 18 જેટલા ચપ્પુના ઘા મારવા છતા થોડે સુધી ચાલીને ગયો હતો. જોકે, ત્યારબાદ રોડ પર જ ઢળી પડ્યો હતો.
અગાવ પણ ઉમરા પોલીસમાં સમાધાન થયું હતું
આ પહેલા પણ જૈમિશ જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી. દરમિયાન જૈમિશ અને જીગ્નેશ વચ્ચે સમાધાન થયું હતું. જેમાં જૈમિશે જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત ન કરવાની શરત રખાઈ હતી. જોકે, જીગ્નેશને શંકા હતી કે, જૈમિશ હજું પણ વાતચીત કરતો હતો.
પિતા બાદ નાનો દીકરો પણ ગુમાવતા પરિવારમાં શોક
મૃતક જૈમિશના પિતાનું આવસાન થઈ ગયું છે અને ભાઈ-ભાભી અને માતા સાથે કૈલાસનગરમાં રહેતો હતો. પિતાના મોત બાદ નાના દીકરાની હત્યાના કારણે પરિવારમાં શોક છવાઈ ગયો છે. જૈમિશનો મોટો ભાઈ હત્યા કેસમાં જેલમાં બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.