સામાન્ય ગરીબ ખેડૂતે પ્રધાનમંત્રી મોદીને દાન કરી પોતાને મળેલી સહાયની બધી રકમ

ખેડૂતને ધરતીનો તાત કહ્યો છે. ખેડૂતો ખુબ ઉદાર હોય છે. આવી જ એક ખેડૂતની ઉદારીની ઘટના નડિયાદમાં બની. ખેડૂત દ્વારા કિસાનનિધિમાંથી મળેલી રાહત પીએમ રાહત…

ખેડૂતને ધરતીનો તાત કહ્યો છે. ખેડૂતો ખુબ ઉદાર હોય છે. આવી જ એક ખેડૂતની ઉદારીની ઘટના નડિયાદમાં બની. ખેડૂત દ્વારા કિસાનનિધિમાંથી મળેલી રાહત પીએમ રાહત ફંડમાં પરત આપી હતી. અહીં મહત્વપૂર્ણ વાત તે છે કે, આ ખેડૂત પાસે એક એકર કરતાં પણ ઓછી જમીન ધરાવે છે. તે છતાં પોતાને મળેલી સહાય તેમને કોરોના સામેની લડાઇમાં પીએમ કેર ફંડમાં ચેક દ્વારા પરત આપી છે.

ચંદુભાઈ દાઉદભાઈ મકવાણાનામના નડિયાદ તાલુકાના મહોળેલ ગામના ખેડૂતે ગત અઠવાડિયે મળેલી કિસાન નિધિની રાહત PM કેરમાં પરત કરતા જણાવ્યું હતું કે, ગામડાઓમાં અમુક પરિવારો પાસે આવક સ્ત્રોત શૂન્ય હોવાના કારણે તેવા લોકોને પૈસાની વધારે જરૂરત છે. ચંદુભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતુ કે, ગરીબ લોકો સુધી વધારેમાં વધારે રાહત પહોંચે તે માટે સક્ષમ લોકોએ પોતાને મળેલી રાહત છોડવી જોઈએ જેથી વધારે જરૂરિયાત મંદ લોકોને ફાયદો પહોંચાડી શકાય.

ચંદુભાઈ પાસે રહેલી સીમિત જમીનમાં તેઓ ડાંગર અને ઘઉંનો પાક પકવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બે બાળકો છે. તેવામાં ચંદુભાઇએ મોટી જમીન ધરાવતા ખેડૂતો માટે એક સંદેશ છોડ્યો છે અને મજબૂર લોકોને વધારે ફાયદો પહોંચાડવા માટે આહ્વાન કર્યું છે.

આ ઉપરાંત અમરેલી અને ભાવનગરના 200 જેટલા ખેડૂતોએ PM કેર ફંડમાં પોતાની સહાયના 2000 રૂપિયા કોરોના સામે લડવા દાન કાર્ય છે. અમરેલીના BJP નેતા દિલીપ સંઘાણીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે અમરેલીના 200 ખેડૂતોએ 2000 રૂપિયા અમરેલી જિલ્લા કો-ઓપરેટીવ બેંકમાં જમા કરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *