સુરતમાં બર્થડે પાર્ટીમાં ઉડી રહી હતી દારૂની છોળો, અને આવી ગઈ પોલીસ- જુઓ વિડીયો

સુરતના પીપલોદ વિસ્તારમાં મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 14 યુવકોને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. મોડી રાત્રે પાડેલી રેડમાં ઝડપાયેલા તમામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીના દીકરાના જન્મ દિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે.

એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ

પીપલોદ વિસ્તારમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીએ દીકરાના જન્મ દિવસની પાર્ટી આપી હતી. જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ ઉમરા પોલીસને થતા ટીમ બનાવી રેડ કરી હતી અને પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતા 14 યુવકો ઝડપાઈ ગયા હતા. પોલીસે પાર્કિંગમાંથી 31 જેટલી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી. ત્યારબાદ તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોહીના નમૂના લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.એક બાજુ થર્ટી ફર્સ્ટ આવી રહી હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે દારૂ પાર્ટી પકડાઈ છે.

દારૂની મહેફિલ માણતા આટલા લોકો ઝડપાયા

અજય જતીન ઢોલે (ઉ.વ.28 રહે વેડ રોડ લક્ષ્મી નગર)

જયેશ ભાનજી બારૈયા (ઉ.વ. 30 રહે આદર્શ નગર કાપોદ્રા)

મનોહર મન્સુર શેખ (ઉ.વ. 43 રહે રામપુરા કડીયા શેરી)

રાકેશ ભરતસિંહ પરમાર (ઉ.વ. 29 રહે વિઠ્ઠલ નગર અમીધારા વાડી અડાજણ)

હેનિષ રસિક બામરોલીયા (ઉ.વ. 23 રહે રચના સોસાયટી લંબે હનુમાન રોડ)

શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશી (ઉ.વ. 33 રહે પીપલોદ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ )

શંકર અશોક પટેલ (ઉ.વ. 27 રહે શિવ નગર વેડ રોડ)

અનિલ શંકર રાઠોડ (ઉ.વ. 23 રહે ઉધના નીલગીરી)

આનંદ રમેશ પરદેશી (ઉ.વ.29 રહે શિવ નગર વેડ રોડ)

નૈનેશ ઠાકોર ગોહિલ (ઉ.વ. 28 રહે અમરોલી પ્રમુખ પાર્ક)

ભાવિન ભરત સોલંકી (ઉ.વ. 29 રહે ગ્રીન રેસિડેન્સી આનંદ મહેલ રોડ અડાજણ)

મહેન્દ્ર લક્ષમણ સોસા (ઉ.વ. 27 રહે વેડ ડભોલી કિસ્મત નગર)

ગિરીશ ચેતન ગામીત (ઉ.વ. 39 રહે સ્વામી નારાયણ એપાર્ટ. અડાજણ)

ભાવેશ સુનિલ લાહોરે (ઉ.વ. 20 રહે વિજય લક્ષ્મી સોસાયટી કતારગામ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *