લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પરિણીત યુગલને લઈને હાઈકોર્ટનો મોટો નિર્ણય; જાણો સમગ્ર મામલો

Live-in relationship: ભારતીય સમાજ વ્યવસ્થામાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા નિરંતર વધી રહી છે. આ દરમિયાન પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપમાં (Live-in relationship) રહેતા એવા યુગલો પણ સુરક્ષાના હકદાર છે.

જેમણે સુરક્ષાનો ખતરો હોય, ભલે જ એ યુગલોમાં કોઇ પણે કોઈ અન્ય સાથે લગ્ન કેમ કર્યા ન હોય. યશ પાલ વિરુદ્ધ રાજ્ય સરકારના એક મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ સુદીપ્તિ શર્માની બેન્ચે કહ્યું કે, આવા લિવ-ઈન રિલેશનશીપના સામાજિક અને નૈતિક પ્રભાવ છતાં, એ યુગલોને વિવિધ સ્વરુપોમાં સ્વાયત્તતા પણ આપવામાં આવી છે.

લિવ-ઇનમાં રહેતા યુગલોને સુરક્ષાનો હક
હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, જ્યારે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોમાંથી કોઈ એક વિવાહિત છે, તો આ પ્રકારના સંબંધમાં રહેતા લોકોના સંબંધિત પરિવારના સભ્ય કે કોઇ નૈતિક દેખરેખ રાખનાર દ્વારા ધમકી આપવામાં આવે છે. આ રીતે આવા લિવ-ઈનમાં રહેતા યુગલોને સુરક્ષાનો દાવો કરવાનો હક છે. જોકે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોમાંથી કોઈ પણ સાથીને જો કોઇ સગીર બાળક છે, તો કોર્ટે માતા-પિતાને તેના બાળકની દેખરેખ રાખવાની સૂચના આપી શકે છે. સિંગલ બેન્ચના જજે પોતાના ચુકાદામાં કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

એક પ્રેમી યુગલે રક્ષણની માંગ કરી હતી
કોર્ટે પૂછ્યું હતું કે શું જો લિવ-ઈનમાં રહેનાર બે વ્યક્તિ ઉચિત અરજી દાખલ કરીને પોતાના અને સ્વતંત્રતાની સુરક્ષા ઈચ્છે છે, તો કોર્ટને તેમની લગ્નની સ્થિતિ અને એ મામલાની અન્ય પરિસ્થિતિઓની તપાસ કર્યા વિના તેમને સુરક્ષા પ્રદાન કરવાની જરુરિયાત છે. આ ઉપરાંત, કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર નકારાત્મક છે, તો એવી કઇ પરિસ્થિતિ છે, જેમાં કોર્ટે તેમને સુરક્ષા આપવાનો ઈનકાર કરી શકે છે? આ ચુકાદા પછી પીડિત યુગલે હાઇકોર્ટની ડબલ બેન્ચનો દરવાજો ખટખટાવ્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશો આપ્યા હતા જેમાં મુદ્દો એ હતો કે શું અદાલતે તેમની વૈવાહિક સ્થિતિ અને અન્ય સંજોગોની તપાસ કર્યા વિના સાથે રહેતા બે વ્યક્તિઓને રક્ષણ આપવાની જરૂર છે. મે 2021 માં, જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલની આગેવાની હેઠળની સિંગલ બેન્ચે મોટી બેંચને નિર્ણય લેવા કહ્યું હતું કે શું અદાલતે તેમની વૈવાહિક સ્થિતિની તપાસ કર્યા વિના સાથે રહેતા બે વ્યક્તિઓને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ જો તેઓ તેમના જીવન અને સ્વતંત્રતા માટે જોખમમાં હોય.