લાઠીથી સુરત આવતી ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે ચાલુ બસમાં આચર્યું દુષ્કર્મ

Gujarat Bus Driver Crime: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ બની રહીં છે. મહિલાઓ રાજ્યમાં સુરક્ષતિ છે તેની સામે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે, સુરતમાં બસ ડ્રાઈવરે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે (Gujarat Bus Driver Crime) ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં પરંતુ સાથે આવતા પુત્રને મારી નાખવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મારુતિ નંદન સ્લીપર કોચ બસના ડ્રાઈવરે પરિણીતાની પીંખી નાખી હોવાનું સામે આવ્યું છે.

ડ્રાઇવરે ધમકી આપી દુષ્કર્મ આચર્યું
આ અંગે વિગતવાર વાત કરીએ તો, 15 મી સપ્ટેમ્બરે મહિલા સુરતથી લાઠી તેના બહેનના ઘરે જવા નીકળી હતી. તે દરમિયાન બસ ડ્રાઈવરે ટિકિટ કન્ફર્મેશન માટે મહિલાનો નંબર માંગ્યો હતો. મહિલા બહેનના ઘરે પહોંચ્યા બાદ બસ ડ્રાઇવર વારંવાર ફોન કરી ફ્રેન્ડશીપ કરવાની માગણી કરી હતી.

બહેનને મળ્યા બાદ 16 મીએ સાંજે ફરી સુરત આવવા માટે ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી હતી. 0022 નંબરની આ બસમાં ડ્રાઇવર સીટની પાછળ સ્લીપિંગ કોચમાં આ મહિલા બેઠી હતી. રાત્રે બે વાગ્યે બે ડ્રાઇવર પૈકીનો એક ડ્રાઇવર કોચમાં પ્રવેશ્યો અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

ડ્રાઇવર સામે નોંધાવી ફરિયાદ
પરિણીતાએ સુરત પહોંચી તમામ બનાવવાની વિગતો પોતાના પતિને જણાવી હતી. જેથી પતિએ સ્વજનો સાથે જઈને બસ ડ્રાઇવરની તપાસ કરી પરંતું તે મળી આવ્યો નહોતો. જેથી પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આ બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે નંબરથી ફ્રેન્ડશિપ માટે ફોન આવતો હતો તે નંબરની શોધ પણ શરૂ કરી દીધી છે. અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, આવા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે તેને નોકરીમાંથી પર બરકત કરવો જોઈએ.