ગઈ કાલે રાતે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો પીધેલ હાલતમાં પકડાયા, જાણો કયા શહેરોમાં કેટલા લોકો પકડાયા

 31 મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને શહેરમાં દારુ ઘુસતો રોકવા તેમજ દારુ પીધેલા લોકોને પકડવા માટે સમગ્ર શહેરમાં પોલીસે રવિવારે ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં ટ્રાફિક પોલીસના જવાનો પણ બ્રીથ એનેલાઈઝર સાથે ઠેર ઠેર તહેનાત રહ્યા હતા.

ન્યૂ યરનું સેલિબ્રેશન કરવામાં ‘મદીરાપાન’ કરનારા લોકો મોટી સંખ્યામાં ડ્રાય સ્ટેટ ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઝડપાયા છે. સૌથી વધુ સ્કોર વલસાડ પોલીસે કર્યો છે, જ્યાંથી 1200 લોકો દારુ પીધેલી હાલતમાં ઝડપાયા છે. અમદાવાદમાં પણ સેક્ટર-1 અને સેક્ટર-2 પોલીસે શહેરના વિવિધ સ્થળોએથી 300 જેટલા દારુડિયાને પકડ્યા હતા.

વલસાડમાં પોલીસના હાથે ઝડપાયેલા મોટાભાગના દારુડિયા દમણથી પીને આવી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને પકડીને બેસાડી દીધા હતા. રાજ્યના અન્ય શહેરોમાં પણ મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં દારુ પીને ‘ટલ્લી’ થઈ ગયેલા લોકોને કમને પોલીસની મહેમાનગતિ માણવી પડી છે. વલસાડમાં તો એટલી મોટી સંખ્યામાં દારુડિયા પકડાયા હતા કે તેમના માટે પોલીસ સ્ટેશન નાનું પડી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતના મોટા શહેરો તેમજ રાજ્યના ખૂણેખૂણામાં પોલીસે ન્યૂ યર નિમિતે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટમાં પોલીસ સાંજ પડતાં જ રસ્તા પર આવી ગઈ હતી, અને થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વાહનોનું ચેકિંગ પણ શરુ કરી દીધું હતું. આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.

અમદાવાદમાં તો આ વખતે પોલીસે પહેલીવાર શંકાસ્પદ મહિલાઓએ પણ દારુ પીધો છે કે કેમ તેની તપાસ કરાશે તેવી જાહેરાત કરી હતી. શહેરમાંથી તાજેતરમાં જ બે યુવતીઓ દારુ પીધેલી હાલતમાં ઝડપાઈ પણ હતી. હાલ તો જે લોકો પોલીસના હાથે ચઢ્યા છે તેમના મેડિકલ ટેસ્ટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. પકડાનારા કોણ-કોણ હતા, તેમજ તેમાં સ્ત્રીઓ કેટલી હતી તેની વિગતો થોડા સમયમાં આવી જશે.

આ ઉપરાંત આનંદનગરમાંથી 2, સોલા હાઈકોર્ટમાંથી 3 , સેટેલાઈટમાંથી 3, સરખેજમાંથી 4, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા, ગુજરાત યુનિર્વસીટી, નારણપુરા, વાડજ, સહિતના વિસ્તારો તેમજ કોટ વિસ્તાર અને પૂર્વના વિસ્તારોમાંથી મળીને રવિવારે રાતે યોજાયેલી ખાસ ડ્રાઈવ દરમિયાન દારુ પીધેલી હાલતમાં કુલ 100 માણસો પકડાયા હતા.રવિવારથી શરૂ થયેલી પોલીસની આ કાર્યવાહી સોમવારે સુધી ચાલી હતી.

પંચમહાલમાં 31 ડિસેમ્બરની રાત્રિ શહેરા પોલીસે ચોકી પહેરો ગોઠવ્યો હતો. જેમાં 14 ઈસમો નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. શહેરાની સિંધી ચોકડી ઉપર વાહન ચેકિંગ દરમિયાન દારૂ પીધેલા શખ્સો પકડાયા હતા.

જુનાગઢ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જુનાગઢ આસપાસના વિસ્તારોમાં જડબેસલાક ચેકિંગ કરાયું હતું. જુનાગઢ સાસણ સહિત પર્યટક સ્થળો પર પોલીસની બાજ નજર હતી. તમામ વાહનો પર ચુસ્ત ચેકીંગ કરાયું હતું. ત્યારે જુનાગઢના સાબલપુર ચોકડી, દોલત પરા, મજેવડી, ગાંધીચોક, ગાંધીગ્રામ, મધુરમ જેવા અનેક વિસ્તારોમાંથી પોલીસે 17 નશાખોરોને પકડી પાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *