ધાબળા અને સ્વેટર બહાર રાખજો! ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની કાતિલ ઠંડીની આગાહી

Gujarat Cold Forecast: નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. ગુજરાતમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાન (Gujarat Cold Forecast) પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે પણ સેવી છે. અત્યારે ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

નલિયામાં 13 ડિગ્રી તાપમાન, ગુજરાતનું સૌથી ઠંડુ શહેર
ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થયું છે. તપામાન પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી લઘુતમ તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું
ગુજરાતના અડીને આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાનું સૌથી ઊંચી ચોટી ધરાવતા ગુરુષિખરમાં માઈનસ ત્રણ ડિગ્રી નોંધાયું હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે. માઉન્ટ આબુમાં હોટલો આગળ પાર્ક કરાયેલા ગાડીઓ બાગબગીચા અને ખુલ્લા મેદાનોની ઘાસ ઉપર બરફની ચારદ છવાયેલી જાત્વા મળી હતી.

અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું
ગુજરાતમાં ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 18 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. શહેરમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઘટતા તાપમાનના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકોર અનુભવા છે.

ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે.ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.