કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં 11 જાન્યુઆરીના રોજ એક દિવસની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથે પ્રદેશ બીજેપીના સંગઠનનો કોયડો ઉકેલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે ગુજરાત આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે મોડીરાત્રે અમદાવાદ આવી રહ્યા છે. સવારમાં તેઓ એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી બપોરે ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપના નેતાઓ સાથે અતિ મહત્વની બેઠક કરવાના છે. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મળનારી બેઠકમાં ગુજરાત ભાજપમાં નેતાગીરીને સંબંધિત પ્રશ્નો પર ચર્ચા થશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 10 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ગુજરાતના અમદાવાદમાં આવી રહ્યા છે. તેઓ 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સવારે 10.30 વાગ્યે વિશ્વાસ પ્રોજેક્ટને રજુ કરશે. આ સિવાય અમિત શાહ કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમની મુલાકાત લઇ ખુલ્લો મુકશે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લેશે આ માહિતી ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીટીયુના પદવીદાન સમારોહમાં તેઓ ઉપસ્થતિ રહી દીક્ષાંત પ્રવચન કરશે, જયારે તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પર નવ નિર્મિત હોટેલનું નિરીક્ષણ કરશે.
અમિત શાહ મહાત્મા ગાંધી મંદિર ખાતે ત્રણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્ગારા તૈયાર કરેલા દિવ્યાંગો માટેની બુકલેટનું લોકાર્પણ કરશે. આ સિવાય રાજ્યના ગૃહ વિભાગના વિશ્વાસ કાર્યક્રમનું લોકાર્પણ અને ગાંધીનગર ખાતે રેલ્વે સ્ટેશનની પણ શાહ મુલાકાત લેશે. 11મી તારીખે બપોરે CM નિવાસ સ્થાને સીએમ ડેશબોર્ડની મુલાકાત લેશે. સાંજે GTUના પદવીદાન સમારોહમાં અમિત શાહ હાજરી આપશે.
11મી જાન્યુઆરી બપોર બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીએમ હાઉસમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહીતના પ્રદેશ બીજેપીના ટોચના નેતાઓ સાથે ગુજરાતના પડતર પ્રશ્નો ઉપરાંત પ્રદેશ બીજેપીના સંગઠન બાબતે ચર્ચા કરી જિલ્લા પ્રમુખથી માંડી પ્રદેશ ટીમને આખરી રૂપ આપશે.
હવે મહત્વની વાત તો એ છે કે, ગુજરાત બીજેપી શહેર બીજેપીના પ્રમુખ કે જિલ્લા પ્રમુખ નક્કી કરી શકી નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમનો બપોરનો સમય સીએમ નિવાસસ્થાન પર પ્રદેશ બીજેપીના નેતાઓ અને સરકારના સિનિયર પ્રધાનો સાથે સંગઠન અને સરકારની કામગીરી બાબતે મનોમંથન કરશે. આ બેઠકમાં આગામી સમયમાં રાજયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તેઓ માર્ગદર્શન આપશે. આ સાથે લોકોને સાઈબર ક્રાઇમ સામે રક્ષણ આપતો આશ્વસ્ત પ્રોજેક્ટ પણ અહીં લોંચ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.