હવે તો હદ્દ પાર કરી! લગ્નમાં દુલ્હને પહેરી બિકીની! જુઓ સામે આવી અશ્લિલ તસવીર

Banarasi Bikini Viral Photo: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ફોટો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક કપલ બોલ્ડ અંદાજમાં (Banarasi Bikini Viral Photo) લગ્ન કરતું જોવા મળી રહ્યું છે. ફોટોમાં દુલ્હને યલો રંગની બનારસી બિકીની પહેરી છે અને વરરાજાને વરમાળા પહેરાવી રહી છે. આ ફોટો વાયરલ થયા બાદ લોકો દાવો કરી રહ્યાં છે કે આ ઘટના લખનૌની છે.

બનારસી બિકીનીમાં દુલ્હન
લોકો ચર્ચા કરી રહ્યાં છે કે આ મહિલાએ તેના લગ્ન માટે આ લુક પસંદ કરીને રૂઢીવાદી લોકોનોના મોઢા પર તમાચો માર્યો છે. હવે લોકો સર્ચ કરી રહ્યાં છે કે આ દુલ્હન કોણ છે જણાવી દઈએ કે આ ફોટો નકલી છે અને એઆઈ દ્વારા બનાવવામાં આવ્ય છે. આ કોઈ સાચી દુલ્હન નથી, આ વાયરલ ફોટો તદ્દન ખોટો છે.

વાયરલ ફોટામાં મહિલાએ યલો બિકીની પહેરી છે અને ટ્રાન્સપરન્ટ ઘુંઘટ પણ લગાવ્યો છે. શરીર પર ઘરેણા સાથે હાથ અને પગ પર મહેંદી લગાવવામાં આવી છે. આ જોઈને લોકોને લાગ્યું કે આ કોઈ લગ્નની તસવીર છે. જો કે આ સત્ય નથી અને ફોટો નકલી છે.

AIની મદદથી આ ફોટો બનાવવામાં આવ્યો
અહેવાલો અનુસાર, આ વાયરલ તસવીર Reddit પર પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં કેપ્શન લખ્યું હતું કે લગ્નની મોસમ. આમાં ઘણી તસવીરો AIની મદદથી બનાવવામાં આવી છે. આ વાયરલ તસવીરને લઈને વિવાદ ત્યારે વધી ગયો જ્યારે દુલ્હનના કપડાને લઈને અલગ-અલગ પ્રકારના દાવા કરવામાં આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by १८+ (@indianshitposts)

લોકોએ કરી ટીકા
આ પોસ્ટ જોઈને ઈન્ટરનેટ પર ચર્ચા જાગી છે. લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરવા લાગ્યા. ઘણા લોકોએ દુલ્હનના કપડાની આકરી ટીકા કરી તો કેટલાક લોકોએ કહ્યું કે આ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.તો અન્ય એક યુઝરે લખ્યું કે ભલે આ ફોટો નકલી છે પરંતુ કેટલાક શરમ અવગરના આ ફોટામાંથી પ્રોત્સાહન લઈને સંસ્કૃતિ બગડશે…