હે ભગવાન હવે આ દેશને તમે જ બચાવો: પંજાબમાં પોલીસવાળો પકડાયો ચરસ વેચતા, જુઓ વિડીયો

Drugs In Punjab: પાકિસ્તાનનું ફક્ત નામ જ પાક છે, પરંતુ હરકતો એકદમ નાપાક છે. પાકિસ્તાનમાં મોંઘવારીથી લઈને ભૂખ મારી બધું જ પોતાની ચરમ સીમાએ છે અને પેટનું પૂરું પાડવા માટે ત્યાંના લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે. આ સમગ્ર માહોલ વચ્ચે પાકિસ્તાનની પોલીસ (Drugs In Punjab) પણ પીસાઈ રહી છે અને મોંઘવારીનો માર ખમી રહી છે.

હવે પોલીસવાળાને એવું કામ કરવું પડી રહ્યું છે જે કોઈએ વિચાર્યું પણ ન હોય. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનની પોલીસ કરમી પોતાના યુનિફોર્મમાં જ ખુલ્લેઆમ ચરસ વેચતો દેખાઈ રહ્યો છે. પરંતુ જ્યારે તે એક પ્રેસ રિપોર્ટરના હાથે ચડે છે તો પૂંછડી દબાવીને ભાગવા લાગે છે જેમ કે તે પોલીસ વાળો નહીં પરંતુ કોઈ લીધો ગુનેગાર હોય. જી હા આ વિડીયો જોઈને તમે પણ દિવાલ સાથે માથું અથડાવશો.

ખુલ્લેઆમ ચરસ વેચી રહ્યો હતો પાકિસ્તાની પોલીસ જવાન
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક પોલીસ કર્મી ઓટો રીક્ષામાં બેસી ચોરસની સપ્લાય કરવા માટે પહોંચ્યો હતો. જેવો કેમેરામેન સામે આવ્યો કે પોલીસ વાળાના હોશ ઉડી ગયા અને ત્યાંથી ફરાર થવા લાગ્યો. આ રિપોર્ટ અરે તેની પાસેથી સરસ છીનવી લેવાની કોશિશ કરી પરંતુ પોલીસવાળો ત્યાંથી ભાગવા લાગ્યો. આપણે બાળપણથી રમતા આવ્યા છીએ ચોર પોલીસ પરંતુ આમાં પોલીસ જ ચોર બની ગઈ હતી. જોત જોતા માં પોલીસ ઝડપથી ભાગવા લાગે છે અને ભીડમાં અદ્રશ્ય થઈ જાય છે. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે.

વિપક્ષે સરકારને ઘેરી
વિડીયો પાકિસ્તાનની પાર્ટી પીટીઆઈ ની નેતા ફાતિમાએ પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છે કે પંજાબ પોલીસનો જવાન ચરસ વેચતા રંગે હાથ પકડાઈ ગયો છે. આ વિડીયો વાયરલ થતાં પાકિસ્તાનમાં રાજનૈતિક માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે આ સાથે જ વિપક્ષે છે છતાં પક્ષને ઘેરી લીધો છે. હાલમાં રાજનેતાઓ જ આ વીડિયોને વાયરલ કરી પાકિસ્તાનની બધા હાલ કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે.